તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મંજુસર GIDC ખાતેની કંપનીના પ્રોડક્શન મેનેજરનું માંગલેજ પાસે અકસ્માતમાં મોત

કરજણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોડ બાજુમાં ઊભેલા શખ્સને ટેન્કર ચાલકે અટફેટમાં લેતાં મોત

મંજુસર જીઆઈડીસીમાં આવેલી કોસંભ મલ્ટી ટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રોડક્શન મેનેજર કંપનીની ગાડી લઈને અંકલેશ્વર જતા હતા. ત્યારે કરજણ તાલુકાના માંગલેજ પાસે ગાડીનું ટાયર ફાટતા કંપનીના બે ઈસમો ટાયર બદલતા હતા અને પ્રોડક્શન મેનેજર રોડની બાજુમાં ઊભા હતા. ત્યારે અજાણ્યા ટેન્કર ચાલકે પ્રોડક્શન મેનેજરની અડફેટમાં લેતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

મંજુસર જીઆઇડીસીની કોસંભ મલ્ટી ટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રોડક્શન મેનેજર પરેશકુમાર સુરેશભાઈ શાહ (ઉં.વ. 48) મહાકાલી એપાર્ટમેન્ટ, સરખેજ, અમદાવાદના રહેવાશી મંજુસર ખાતે કંપનીના કામથી અંકલેશ્વર કંપનીની ગાડી લઈને ડ્રાઇવર તેમજ એક ઈસમ સાથે જતા હતા. માંગલેજ પાસે ગાડીનું ટાયર ફાટતા ડ્રાઈવર અને કંપનીનો માણસ રોડની બાજુમાં ગાડી ઉભી કરીને ટાયર બદલતા હતા. ત્યારે પ્રોડક્શન મેનેજર પરેશકુમાર રોડ બાજુમાં ઊભા હતા. તે સમયે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવેલા અજાણ્યા ટેન્કર ચાલકે પરેશકુમારને અડફેટમાં લેતા તેઓને ડાબા હાથે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે પોર ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. કરજણ  પોલીસે અજાણ્યા ટેન્કર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...