તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:CCIએ કપાસ રિજેક્ટ કરતાં ધારાસભ્ય ખેડૂતોની વ્હારે આવ્યા

કરજણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
CCI દ્વારા ખેડૂતોનો કપાસ રિજેક્ટ કરતા ધારાસભ્ય અક્ષય પટેલ ખેડૂતોને વહારે પહોચી કેટેગરી પ્રમાણે કપાસ લેવા સૂચના આપી હતી. - Divya Bhaskar
CCI દ્વારા ખેડૂતોનો કપાસ રિજેક્ટ કરતા ધારાસભ્ય અક્ષય પટેલ ખેડૂતોને વહારે પહોચી કેટેગરી પ્રમાણે કપાસ લેવા સૂચના આપી હતી.
 • અધિકારીને કેટેગરી પ્રમાણે કપાસ ખરીદવાની સૂચના આપવામાં આવી
 • હાલમાં સરકારના ટેકાના ભાવથી કપાસની ખરીદી CCI દ્વારા કરવામાં આવી રહી છે

કરજણ તાલુકાઓ કાનમ પ્રદેશ ગણાય છે અને મુખ્ય પાક કપાસ છે. હાલમાં ખેડૂતોને કપાસની આવક ચાલુ થઈ ગઈ છે અને સરકાર દ્વારા ટેકાના ભાવથી કપાસની ખરીદી કરવામાં આવે છે. જેમાં ખેડૂતોના કપાસમાં ભેજનું પ્રમાણ વધારે છે તેમ કહીને ખેડૂતોનો કપાસ રિજેક્ટ કરવામાં આવે છે. જ્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીનો કપાસ સીસીઆઈ દ્વારા ખરીદવામાં આવે છે. જેથી ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ બજાર સમિતિમાં જઈને સીસીઆઈના અધિકારીને બોલવી કેટેગરી પ્રમાણે કપાસ ખરીદવાની સૂચના આપી હતી.કરજણ તાલુકાના ખેડૂતોને હાલમાં કપાસની આવક સારુ થઈ ગઈ છે અને કરજણ કાનમ પ્રદેશનો મુખ્ય પાક કપાસ છે. પરંતુ તાલુકામાં કાળી જમીન આવેલી હોય જેથી ભેજનું પ્રમાણ વધારે રહે છે.

હાલમાં સરકારના ટેકાના ભાવથી કપાસની ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોના કપાસમાં ભેજનું પ્રમાણ વધારે છે અને કપાસ રાશી છે એમ કહીને ખેડૂતોનો કપાસ રિજેક્ટ કરવામાં આવે છે. જેથી ખેડૂતોએ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલને રજૂઆત કરતા ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જઈને ખેડૂતોની રજૂઆત સાંભળી હતી. ત્યાં સીસીઆઈના અધીકારીને બોલવી અધિકારીને સૂચના આપી કે કેટેગરી પ્રમાણે કપાસની ખરીદી કરો અને જેટલા પ્રમાણ ભેજ હોય એ પ્રમાણે ખરીદી કરવાની સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો