તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્યમય મોત:લીલોડ ગામે નર્મદા નદીમાંથી ઉમલ્લાના યુવકની લાશ મળી

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોઈચા બ્રિજ પરથી બીજા દિવસે યુવાનની કાર મળી આવી
  • યુવકના મોતનું કારણ હજુ સુધી રહસ્ય જ રહ્યું છે

ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામનો યુવાન 30 જૂને સવારે પોતાના ઘરેથી કાર લઈને વડોદરા જવા નીકળેલ અને સાંજે ઘરે ના આવતા એના પીતાએ ફોન કરતા નીકળું છું એમ જણાવેલ હતું. રાત્રે પરત ન આવતા ફોન કરતા ફોન સ્વીચઓફ બતાવતો હતો. બીજા દિવસે 1 જૂલાઈના રોજ પોઇચા બ્રિજ પરથી કાર મળી આવી હતી. કારમાં કોઈ ના હોઇ રાજપીપળા પોલીસને જાણ કરાઈ હતી. શોધખોળ કરતા ત્રીજા દિવસે કરજણ તાલુકાના લીલોડ ગામની નર્મદા નદીમાંથી યુવકની લાશ મળી હતી.

કરજણ પોલીસે લાશને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ. માટે મોકલી 3 જુલાઈના રોજ સવારે યુવકના સગાઓને લાશ આપવમાં આવી હતી. આમ મોતનું કારણ જાણવા ન મળતા રહસ્ય ઘેરાયું છે. ઝગડીયા તાલુકાના ઉમલ્લ્લા ગામના વાળી ફળીયામાં રહેતા મયંકકૂમાર અશ્વીનભાઈ પટેલ 30 જૂનના રોજ સવારે 10 કલાકે પોતાની કાર નંબર જી જે 16 સી એસ 8808 લઈને વડોદરા જવા માટે નીકળ્યો હતો. જેમા રાત્રે 11 વાગ્યે ઘરે પરત ના આવતા મયંકના પીતા અશ્વીનભાઈ પટેલે ફોન કરતા મયંકે જણાવ્યું હતું કે હુ નીકળું છું.

રાત્રે 3-30 વાગે ઘરે ન આવતા ફોન કરતા મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. જ્યારે બીજા દિવસે 1 જુલાઈના રોજ સવારે પોઇચા બ્રિજ પર મયંકકુમાર પટેલની કાર મળી આવી હતી. જેમાં પીતા અને સગાવહાલાઓએ પોઇચા બ્રિજ પર જઈને જોતા કાર ખુલ્લી હતી અને ચાવી અને મોબાઇલ મળ્યો ન હતો. તેમજ મયંકનો પણ કોઈજ પત્તો ન મળી આવતા આખરે રાજપીપળા પોલીસ જાણ કરી મયંક પટેલની તપાસ હાથ ધરી હતી.

​​​​​​​જેમા ત્રીજા દિવસે 2 જુલાઈના રોજ કરજણ તાલુકા લીલોડ ગામની નર્મદા નદીમાંથી મયંક પટેલની લાશ મળી આવી હતી. પોલીસે લાશને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ. માટે મોકલી આપી હતી. 3 જુલાઈના રોજ મયંકની લાશનું પી.એમ. કરી લાશ તેના સગાવહાલાઓને સોપવામાં આવી હતી. આમ મયંક પટેલના મોતનું કારણ જાણવા ન મળતા રહસ્ય ઘેરાયું છે.

અન્ય સમાચારો પણ છે...