તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:માંગલેજ પાસેની હોટલ પરથી ગુમ થયેલા કંડક્ટરની લાશ બામણગામ પાસેથી મળી

કરજણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોટલ પર પાણી લેવા ગયા બાદ કંડક્ટર ગુમ થયો હતો
  • લાશને કરજણ CHCમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરાઈ

કરજણ તાલુકાના માંગલેજ ગામ પાસે આવેલી તુલશી હોટલ પર પાણી લેવા ગયેલો ટ્રકનો કંડક્ટર ગુમ થયો હતો. ટ્રકના ડ્રાઇવર અને કંડક્ટરના પિતા અને સગાવહાલાઓ દ્વારા શોધખોળ કરવા છતાં ન મળી આવતા આખરે બામણગામ પાસે આવેલી આત્મીય ઓફિસની બાજુમાં હાઈવે નજીકથી કંડક્ટરની લાશ મળી આવી હતી. પોલીસે લાશને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી છે.

સેવાલિયાથી કપચી ભરેલીને કરજણ ખાલી કરવા જતી ટ્રકનો ડ્રાઇવર પ્રકાશભાઈ દિનેશભાઈ વસાવા અને કંડક્ટર પ્રવીણભાઈ બાબૂભાઈ તડવી ઉં.વ 25 રહે. બોરિયાદ તા.ડભોઈ, જિ. વડોદરા 7 જુલાઈના રોજ સવારે 5:30 વાગે કરજણ તાલુકાના માંગલેજ ગામ પાસે આવેલી તુલસી હોટલ પર આરામ કરવા ટ્રક ઉભી રાખી હતી. ત્યારે કંડક્ટર પ્રવીણભાઈ બાબૂભાઈ તડવી હોટલ પર પાણી ભરવા ગયા હતા. પરંતુ થોડીવારમાં પ્રવીણ પરત ન આવતા ડ્રાઇવર પ્રકાશભાઈ હોટલમાં શોધવા ગયો હતો.

પણ તે મળી આવ્યો ન હોવાથઈ પ્રકાશભાઈએ હોટલની આજુબાજુમાં શોધખોળ કરવા છતા પ્રવીણભાઈ મળી આવ્યા ન હતા. આખરે પ્રવીણના પિતા બાબુભાઈને જાણ કરતા બાબુભાઈ કાભઈભાઈ તડવી અને સગાવહાલાઓ કરજણ નજીકની હોટલો પર શોધખોળ કરવા છતાં પ્રવીણ ન મળતા 10 જુલાઈના રોજ સાંજે બામણગામ પાસે આવેલ આત્મીય ઈન્ડસ્ટ્રીયલ પાર્કના બાંધકામની ઓફિસની બાજુમાં નેશનલ હાઈવે-48 પાસેથી પ્રવીણભાઈ બાબૂભાઈ તડવીની લાશ મળી હતી. પોલીસે પ્રવીણભાઈની લાશને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...