તપાસ:કરજણ જૂના બજારના તળાવમાં બે ઈસમોની લાશ મળી આવી

કરજણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલીકાના ફાયર બ્રિગેડના જવાનો દ્વારા લાશો બહાર કઢાઇ
  • પોલીસે બન્ને લાશોને પોસ્ટમોર્ટમ માટે કરજણ CHCમાં મોકલી

કરજણ જૂના બજાર ખાતે આવેલા વિશાળ તળાવમાંથી બપોરે કરજણ નવા બજારના વ્રુધ્ધની લાશ મળી આવી બાદમાં એક કલાકમાં જ તળાવમા બીજી લાશ તરતી દેખાતા નગર પાલીકા ફાયર બ્રિગેડ દ્વારા અસ્થીર મગજના ઇસમની લાશને બાહર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલી છે. આમ તળાવમાં લાશ દેખાતા લોકો જોવા ભેગા થયા હતા.

કરજણ જુના બજાર ખાતે આવેલા વિશાળ તળાવમાં બપોરના સમયે એક વૃદ્ધની તળાવમાં તરતી લાશ દેખાતા નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા લાશને બહાર કાઢવામાં આવતા મરનાર રમણભાઈ છોટાભાઈ નાઈ ઉ.વ 75નાઓ મકર સંસ્કાર ટેનામેન્ટ, રાજપૂત સમાજવાડી પાસે જેઓ 10 તારીખે સાંજે 4.30 વાગ્યાથી ઘરેથી નીકળી ગયા હતા. તેઓની શોધખોળ કરતા મળેલા નહીં.

બીજો છોકરો કરજણ રહેતો હોય કરજણ તપાસ કરતા કરજણમાં આવેલ ના હોય જેમાં આજરોજ 11 તારીખે બપોરે કરજણ તળાવમાંથી રમણભાઈની લાશ મળી આવી હતી. જ્યારે એક કલાક બાદ અસ્થિર મગજના ઈસમની લાશ દેખાતા કરજણ નગરપાલીકાના ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બંન્ને લાશોને તળાવમાંથી બહાર કાઢતા પોલીસ દ્વારા બન્ને લાશોને પોસ્ટમોર્ટમ માટે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપેલા છે.

અન્ય સમાચારો પણ છે...