કરજણ નવા બજાર અને જુના બજારને જોડતા રેલવે પર આવેલા જુનો ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો છે. 8 મહિનાથી ભારદારી વાહનો માટે આ બ્રીજ બંધ કરવામાં આવ્યો હતો. બ્રિજની બંને છેડા ઉપર એંગલો મારવામાં આવતી હતી. પરંતુ વાહન ચાલકો દ્વારા કે કોઈ તોફાની તત્વો દ્વારા એંગલો અવારનવાર તોડી નાખવામાં આવતી હતી.
જેને લઇને સ્ટેટ હાઇવે દ્વારા આરસીસીના ફાઉન્ડેશન ભરીને હેવી એંગલો માર્યા હતા. જે એંગલો રવિવારે રાત્રે 12:00 વાગ્યા બાદ મારવામાં આવ્યા હતા અને સોમવારે સવારે 7 વાગે કોઈક અજાણ્યા વાહન ચાલે કે અથવા તો કોઈ તોફાની તત્વો દ્વારા ફાઉન્ડેશન સાથેના એંગલો તોડી નાખવામાં આવ્યા હતા. આમ માત્ર 6 જ કલાકમાં બ્રિજ પર મારેલા એંગલો તોડી નાખતા અનેક અટકડો ઉદભવી રહી છે.
ભારધારી વાહનો માટે આ બ્રિજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. છેલ્લા આઠ મહિનાથી અવારનવાર બ્રિજના બંને છેડા ઉપર લોખંડની એંગલો મારીને વારદારી વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ અવારનવાર એંગલો કોક તોફાની તત્વો અથવા તો વાહન ચાલકો દ્વારા તોડી નાખવામાં આવતા હતા. જેથી છેલ્લા દોઢ મહિનાથી એંગલો કાઢી નંખાઈ હતી. જ્યારે ગતરાત્રિએ 12 વાગ્યા બાદ આરસીસીના ફાઉન્ડેશન બનાવીને હેવી એંગલો મરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.