ભાસ્કર વિશેષ:ઓવરબ્રીજ પર લગાવેલી એંગલ દોઢ માસમાં 6 વાર તૂટી

કરજણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરજણ ઓવરબ્રિજ પર 3 દિવસથી નમેલી એંગલો વાહનચાલકો માટે જોખમરૂપ
  • ઓવરબ્રીજના બંને છેડા પર પોલીસ પોઇન્ટ હોવા છતાં એંગલો તૂટવાનું ઘેરાતું રહસ્ય

કરજણ નવા બજારને જુના બજારને જોડતા રેલવે પરનો જુનો ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો હોવાથી સમારકામ માટે આ બ્રીજને ભારદારી વાહનો માટે છેલ્લા દોઢ મહિનાથી બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ પરથી ભારદારી વાહનો પસાર ના થાય એ માટે બ્રીજના બંને છેડા પર એંગલો મારી દેવામાં આવી છે. પણ દોઢ મહિનામાં 6 વખત એંગ્લો તૂટી જવાથી એંગ્લો તોડવા પાછળનું રહસ્ય ઘેરાતું જાય છે. એંગ્લો કોઈ તોફાની તત્વો દ્વારા તોડવામાં આવી રહી છે કે કોઈ ઇરાદાપૂર્વક તોડાઈ રહ્યું છે એ ચર્ચાનો વિષય બન્યો છે.

કરજણ રેલવે પર જૂના બજાર અને નવા બજારને જોડતો જૂનો ઓવરબ્રીજ જર્જરિત હાલતમાં થઈ ગયેલ હોવાથી કરજણ નવા બજાર અને જૂના બજારને જોડતા બ્રિજ ભારદારી વાહનો માટે સમાર કામને લઈને બંધ કરવામાં આવ્યો છે. અને બ્રીજની બન્ને બાજુએ લોખંડની એંગલો મારી દેવામાં આવ્યા છે. જેથી નાના વાહનો પસાર થાય અને ભારદારી વાહનો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ બ્રિજ દોઢ મહિનાથી ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. છતાં પણ દોઢ મહિનામાં 6 વખત કેટલાક તોફાની તત્વો દ્વારા એંગલો તોડી નાખવામાં આવી છે.

હાલમાં એંગલ વાળી દેવામાં આવી છે અને ગમે ત્યારે કોઈ પણ વાહન ચાલક પર પડે તો અકસ્માતનો ભય સતાવે એવી હાલતમાં છેલ્લા 3 દિવસથી એંગ્લો છે. છતાં પણ તેનું સમારકામ કરવામાં આવતું નથી. બીજી તરફ કેટલાક તોફાની તત્વો કે કોઈ ઇરાદાપૂર્વક એંગલો તોડી નાખતું હોય તેવું લોકોમાં ચર્ચા ચાલી રહી છે. જ્યારે ઓવર બીજની બન્ને બાજુ મિયાગામ ચોકડી અને સ્મશાન પાસે પોલીસ પોઇન્ટ હોવા છતાં એંગલો તૂટવાનું રહસ્ય ઘેરાતું જાય છે.

અન્ય સમાચારો પણ છે...