ભાસ્કર વિશેષ:ઉરદના ખેડૂતોની ખેતીની જમીનમાં પાણી ભરાયાં

કરજણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
લુવાર બ્રાન્ચ કેનલમાં ગાબડું પડતા ઉરદ ગામની 80 વીઘા ખેતીની  જમીનમાં પાણી ગુસી જતા ખેતુમાં નુકશન થયું છે. - Divya Bhaskar
લુવાર બ્રાન્ચ કેનલમાં ગાબડું પડતા ઉરદ ગામની 80 વીઘા ખેતીની જમીનમાં પાણી ગુસી જતા ખેતુમાં નુકશન થયું છે.
  • લુવારા બ્રાન્ચ કેનાલમાં છેલ્લા એક અઠવાડિયાથી ગાબડું પડ્યું છે

કરજણ તાલુકાના ઉરદ ગામની સીમમાંથી પસાર થતી લુવારા બ્રાન્ચ કેનાલમાં છેલ્લા એક અઠવાડિયાથી ગાબડું પડેલ છે. જે ગાબડું રીપેર કરવા માટે ગ્રામજનો દ્વારા નર્મદા કેનાલના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ ગાબડાનું સમારકામ કરવામાં ન આવતા આખરે ઉરદ ગામના ખેડૂતોની કપાસ અને દિવેલાની ખેતીમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. આમ કેનાલની બંને બાજુના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અંદાજીત 80 વીઘા જમીનના ખેતીના ઉભા પાકમાં નુકસાન થવા પામેલ છે.

હાલમાં ખેતીમાં પાણીની તાતી જરૂરિયાતને લઈને સરદાર સરોવર નર્મદા નિગમની કેનલોમાં પાણી છોડવામાં આવ્યું છે. જેમાં કરજણ તાલુકાના ઉરદ ગામની સીમમાંથી પસાર થતી લુવારા બ્રાન્ચ કેનાલમાં છેલ્લા એક અઠવાડિયાથી લીકેજ હતું. એમાંથી કેનલમાં ગાબડું પડ્યું હતું. એ ગાબડામાંથી પાણી લીકેજ થવાથી ઉરદ ગામના ખેડૂતોના ઉભા પાકમાં પાણી ઘૂસી જવા પામ્યા છે. આમ કેનાલની બંને બાજુએ આવેલા કપાસ અને દિવેલાના પાકમાં છેલ્લા એક અઠવાડિયાથી કેનાલના પાણી ભરાયા છે.

આ બાબતે ગામના ખેડૂતો દ્વારા નર્મદા નિગમની કચેરીમાં કેનાલમાં પડેલા ગાબડાના સમારકામ કરવાની લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. આખરે તો નુકશાન વેઠવાનો વારો ખેડૂતોને જ આવ્યો છે.આમ એક તરફ ખેતીમાં પાણીની તાતી જરૂરિયાતને લઈને ખેડૂતો માટે કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ ગાબડું પડવાથી ખેડૂતોને ખેતીમાં વધુ પાણી ભરાઈ જવાથી નુકસાન વેઠવાનો વારો આવે છે.

અન્ય સમાચારો પણ છે...