તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:કરજણમાં કોવિડ સેન્ટરમાં રાત્રે શિક્ષકો ફરજ બજાવશે

કરજણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવસે આશાવર્કર અને શિક્ષિકા બહેનો રહેશે
  • રાતે ફરજ બજાવવાની હોઇ શિક્ષકોમાં છૂપો રોષ

કરજણ તાલુકામાં આવેલા ગામડાઓમાં મારૂં ગામ કોરોના મુક્ત ગામ હેઠળ ગામની પ્રાથમીક અને માધ્યમીક શાળાઓમાં કોવિડ આઇસોલેટેડ સેન્ટરો સારુ કરવામા આવ્યા છે, જેમાં દિવસે ગામની આશાવર્કર અને શિક્ષિકા બહેનો ફરજ બજાવશે અને રાત્રે શિક્ષકભાઈ કોવિડ આઇસોલેટેડ સેન્ટરો પર ફરજ બજાવશે તેમજ આરોગ્ય કર્મચારીઓ અને તલાટીઓના પણ ઓર્ડર થયેલા છે. આમ રાત્રે શિક્ષકોને કોવિડ આઇસોલેટેડ સેન્ટરોમાં ફરજ આવતા શિક્ષક આલમમાં છૂપો રોષ ફેલાયો છે. અને આ નિર્ણયથી નારાજગી તો ઘણા ગામોમાં હજુ કોવિડ આઇસોલેટેડ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા પણ અત્યાર સુધીમા એકપણ દર્દી સારવાર માટે આવ્યા નથી છતાં શિક્ષકો ફરજ પર હાજર રહેવું પડે છે.

મારૂં ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત કરજણ તાલુકામાં દરેક ગામડાઓમાં આવેલી પ્રાથમીક અને માધ્યમીક શાળાઓમાં કોવિડ આઇસોલેટેડ સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં, જેમાં દિવસે શિક્ષકો અને રાત્રે તલાટીઓની કોવિડ આઇસોલેટેડ સેન્ટરમાં ફરજ બજાવવાની હતી પરંતુ હવે દિવસે શિક્ષિકા બહેનોની ડ્યૂટી અને રાત્રે શિક્ષકભાઈઓને કોવિડ આઇસોલેટેડ સેન્ટરો પર ફરજ આપવામાં આવી છે. જ્યારે આરોગ્ય કર્મચારીઓ અને તલાટી તેમજ આશાવર્કરોને કોવિડ આઇસોલેટેડ સેન્ટરો પર ફરજના ઓર્ડર કરવામાં આવ્યા છે. જ્યારે અમુક ગામોમાં હજુ એકપણ દર્દી કોવિડ આઇસોલેટેડ સેન્ટર પર દાખલ ના હોવા છતાં ફરજ પર ફરજિયાત હાજર રહેવું પડે છે.

જ્યારે જે ગામોમાં ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળાઓ અને 6 થી 8ના ધોરણ માધ્યમીક શાળામાં ચાલતા હોય તે માધ્યમીક શાળાના 6 થી 8ના શિક્ષકોને કોવિડ આઇસોલેટેડ સેન્ટરમાં ફરજ પર ના લે તો ઘણા શિક્ષકોને રોજ રાત્રે ફરજ પર આવવું પડતું હોવાથી માનસિક અને શારીરિક થાક વેઠવો પડે છે. આમ કોવિડ સેન્ટરોમાં રાત્રી ફરજને લઈને ઘણાં શિક્ષકોમાં નારાજગી પ્રવર્તી રહી હોવાનું જોવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...