કરજણ ડભોઈ રોડ પર કરજણ વેમારડી વચ્ચે આવેલી બે ખાનગી કંપનીઓમાં પગારને લઈને હડતાળ પણ કરી હતી. જેમાં એક કંપનીમાં ગેરસમજના કારણે થતા ગેરસમજ દૂર થતા તાત્કાલિક કામદારો કામ પર ચડી ગયા હતા. જ્યારે બીજી કંપનીમાં હડતાલ પર ઉતરેલા 600 કામદારો સાથે સ્થાનિક ધારાસભ્યએ મધ્યસ્થી થઈ રહીને કામદારોના હિતમાં કંપની મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરીને કંપની મેનેજમેન્ટ કામદારોની માગણીઓને સ્વીકારી લેતા બીજી કંપનીમાં પણ તાત્કાલિક હડતાલ સમેટાઈ ગઈ હતી અને કામદારો કામ પર લાગી ગયા હતા.
કરજણ વેમારડી વચ્ચે આવેલી ટીટીકે કંપનીમાં 600 જેટલા કોન્ટ્રાક્ટર પરના કામદારોએ પગાર વધારાને લઇને હડતાલ પર ઉતર્યા હતા. કામદારો કામ બંધ કરીને કંપની બહાર ભેગા થયા હતા. જેમાં કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલે ઘટના સ્થળે પહોંચીને કામદારો સાથે રહીને કંપની મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરીને કામદારોની માગણીઓને કંપનીએ સ્વીકારી લેતા તમામ કામદારોએ કંપનીમાં કામ ચાલુ કર્યું હતું.
જ્યારે બીજી આઈસીપીએલ કંપનીમાં પગાર વધારાને લઈને કામદારો હડતાલ પર જતા જેમાં કામદારોના પગાર બાબતેની ગેરસમજ કંપનીના અધીકારીએ દૂર કરી દેતા કંપનીના કામદારો દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આમ બન્ને કંપનીમાં કામદારોની વીજળીક હડતાલનો તત્કાલીક અંત આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.