કાર્યવાહી:કરજણમાં સ્ટેટ મોનિટરિંગનો દરોડો ~2.45 લાખના દારૂ સાથે 2 ઝડપાયા

કરજણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2 આરોપીઓ ફરાર, પકડાયેલા બંને આરોપી 3 દિવસના રિમાન્ડ પર

કરજણ ધાવટ ચોકડી પાસે આત્મીય એવન્યુ પાછળ તેમજ મોહસીન પઠાણના ઘરે વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જેના આધારે બંને સ્થળે રેડ કરતાં દારૂની 40 પેટીઓ અને 2 મોબાઇલ મળીને 2,44,920ના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ કરાઈ હતી. જ્યારે 2 ફરાર થતાં તેની શોધખોળ હાથ ધરાઇ છે. વિદેશી દારૂનો જથ્થો મોકલનાર વડોદરાના નયન બોબડાની પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે મળેલી બાતમીના આધારે કરજણના મોહસીન યુસુફભાઈ પઠાણ (ધાવટ ચોકડી પાસે)ના ઘરે તેમજ આત્મીય એવન્યુ પાછળ રેડ પાડી હતી. જ્યાંથી 40 પેટી દારૂની પેટીઓ તેમજ બે મોબાઇલ મળીને પોલીસે રૂા. 2,44,920નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે મોહસીન પઠાણ અને આરિફ ટાંકની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે ઇમ્તિયાઝ યુસુફભાઈ પઠાણ અને દારૂનો જથ્થો મોકલનાર નયન કિશોરભાઈ કાયસ્થ ઉર્ફે નયન બોબડાની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...