પરિવારમાં ખુશીનો માહોલ:નારેશ્વર દેવસ્થાન ટ્રસ્ટમાં ધારાસભ્ય અક્ષય પટેલની ટ્રસ્ટી તરીકે વરણી

કરજણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયરના ઈન્દ્રસિંહ પરમારની પણ ટ્રસ્ટી તરીકે વરણી

કરજણ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે નારેશ્વર દેવસ્થાન ટ્રસ્ટમાં કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલની ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી છે. શ્રી રંગ અવધૂત મહારાજ નારેશ્વરમાં પધાર્યા હતા. ત્યારે અક્ષયભાઈના પરદાદાથી શ્રી રંગ અવધૂત મહારાજ સાથે સેવામાં હતા. જેથી ચોથી પેઢીથી અક્ષયભાઈનો પરીવાર શ્રીરંગ અવધૂત પરીવાર સાથે જોડાયલ છે.

આમ એવીજ રીતે સાયર ગામના માજી સરપંચ ઇન્દ્રસિંહ પરમારની પણ નારેશ્વરના ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવતા નારેશ્વર પંથકમાં શ્રી રંગ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે શ્રી રંગ અવધૂત દેવસ્થાન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ધીરૂભાઇ જોષી દ્વારા તેમજ યોગેશભાઈ વ્યાસ વિરંચિપ્રસાદ દ્વારા નારેશ્વર દેવસ્થાન ટ્રસ્ટના નવા ટ્રસ્ટી તરીકે જેઓ ચાર પેઢીથી શ્રી રંગ પરીવાર સાથે જોડાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...