ભાસ્કર વિશેષ:સતીષ પટેલે પેજ સમિતી બનાવી તો છે પણ ટિકિટ મળે ત્યારે આપશે : કાર્યકરોને તૈયાર રહેવા અપીલ

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરજણના પૂર્વ ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલયનું પ્રદેશ અધ્યક્ષના હસ્તે ઉદ્ઘાટન

કરજણ નવાબજાર વિસ્તારમાં મિયાગામ ચોકડી ખાતે આવેલ મારુતિ કોમ્પલેક્ષમાં કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલના નવા જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ સભા સંબોધન કરવામાં આવી હતી.

જેમા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, પ્રભારી જાનવીબેન વ્યાસ પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ અશ્વીનભાઈ પટેલ, કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા ભાજપાના હોદેદારો કરજણ નગર અને તાલુકાના ભાજપાના પ્રમુખો, મહામંત્રી તેમજ મોટીસંખ્યામાં ભાજપાના કાર્યકરો જનસંપર્ક કાર્યાલયના ઉદઘાટન પ્રસંગમાં હાજર રહ્યા હતા. જેમાં પ્રદેશ અધ્યક્ષે જિલ્લામાં કુપોષિત બાળકોને દત્તક લેવાની અને પોષણક્ષમ ખોરાક આપવાની કાર્યકરોને અપીલ કરી હતી. તેમજ પેજ સમિતી બાકી છે એ વહેલી તકે પૂરી કરવાની અપીલ કરી હતી.

જ્યારે પાટીલે જણવ્યું કે સતીષભાઈએ પેજ સમિતી બનાવી છે પણ ટિકિટ મળે ત્યારે આપશે. જેથી આવી આશાએ કોઈએ પેજ સમિતી બનાવવી નહીં. જિલ્લામાં એક લાખ પેજ સમિતી પરાક્રમસિંહે કબાટમાંથી કાઢીને ઓનલાઈન કરેલ છે. તેમજ હવે ચૂંટણી પણ ડોકિયા કરી રહી છે એટલે કાર્યકરોએ તૈયાર રહેવાની ટકોર કરી હતી.જ્યારે પૂર્વ ધારાસભ્યે સુકન્યા યોજનાના હેઠળ દીકરીઓના 4 હજાર ફોર્મ ભર્યા. કરજણની સહકારી સંસ્થાઓ અને દરેક સમાજ દ્વારા પાટીલનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...