ભાસ્કર વિશેષ:કરજણ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

કરજણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કરજણ નગરપાલિકા દ્વારા સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
કરજણ નગરપાલિકા દ્વારા સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
  • સફાઈ કર્મચારીઓને ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા
  • મહાત્મા ગાંધીજીની​​​​​​​ પ્રતિમાથી શાકમાર્કેટ સુધીના વિસ્તારની સ્વચ્છતાની કામગીરી હાથ ધરાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સ્વછતા પખવાડીયાના ભાગરૂપે કરજણ નગરપાલિકા દ્વારા નવા બજાર વિસ્તારમાં આવેલ આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી શાકમાર્કેટ સુધીના વિસ્તારની સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ નગર ભાજપા પ્રમુખ મહામંત્રી હાજર રહ્યા હતા. સફાઈ કર્મચારીઓને ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સ્વછતા પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે. જેમાં કરજણ નગરપાલિકા પણ સ્વછતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કરજણ નગરપાલિકાના પ્રમુખ મીનાબેન ચાવડા, ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, કરજણ શહેર ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ શાહ, મહામંત્રી પ્રદીપસિંહ રાજ તેમજ કરજણ નગરપાલિક ના સભ્યો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કરજણ નગરપાલિકા સફાઈ કર્મચારીઓનું નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ભાજપાના હોદ્દેદારો ગુલાબની ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...