ચોરી:કરજણમાં મકાનમાંથી રૂા. 4.90 લાખના સોનાના દાગીનાની ચોરી

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારી જૂના બજારની ઓફિસ બંધ કરી પોતાના બીજા મકાનમાં સૂવા ગયા હતા
  • સવારે ઉઠીને પોતાની ઓફિસ ખાતે આવીને તપાસ કરતાં ઓફિસનું તાળું તૂટેલું હતું

કરજણ જૂના બજાર ખાતે આવેલ વેપારીએ પોતાના જૂના મકાનમાં બનાવેલ ઓફિસમાં આવેલી તિજોરીમાં પોતાના પરિવારના સભ્યોના સોનાના દાગીના મૂકીને વેપારી ઓફિસ બંધ કરી પોતાના બીજા મકાનમાં સુવા ગયા હતા.

સવારે ઉઠીને પોતાની ઓફિસ ખાતે આવીને તપાસ કરતા ઓફિસનું તાળું તૂટેલું હતું અને તિજોરી પણ તૂટેલી હતી તિજોરીના લોકર નો સામાન વેર વિખેર હતો કુટુંબના બધા સભ્યો ભેગા મળીને તપાસ કરતા તિજોરીમાં મૂકેલ લોકરમા સોનાના દાગીના આમ કુલ મળીને રૂપિયા 490100ના સોનાના દાગીનાની ચોરી થઇ હતી .

કરજણના વેપારી મહંમદઅલ્તાફ અબ્દુલરઝાક મેમણે સિનેમા રોડ ખાતે આવેલ પોતાના જૂના મકાનમાં ઓફિસ બનાવેલ છે અને પોતે જૂના બજારમાં આવેલ અશરફ નગરમાં રહે છે .જેમાં રવિવારે સાંજે પોતાની ઓફિસ બંધ કરીને વેપારી મહંમદઅલ્તાફ અશરફ નગર ખાતેના ઘરે ગયેલ. સાંજે જમી પરવારીને સૂઈને સોમવારે સવારે 8/30વાગે જૂના મકાનમાં આવેલ ઓફિસે જતા ઓફિસની લોખંડની જાળીનો નકૂચો તૂટેલો હોઇ લાકડાનો દરવાજો પણ ખુલ્લો હોઇ અંદર જઈને તપાસ કરતા લોખંડની તીજોરી તેમજ તેના લોકરો પણ ખુલ્લા જણાયા હતા.

જેથી વેપારીએ પરિવારના સભ્યોને બોલવી તિજોરીમાં મૂકેલ સોનાના દાગીના જેમાં સોનાની લગડી 4 નંગ કિંમત 170100, સોનાની ચેન 1 નંગ બે તોલા 80000, સોનાનું પેન્ડલ 40000, સોનાની ચેન પેન્ડલ બુટ્ટી સાથે 40000, સોનાનો હાર બે તોલા 80000, ચાંદીના સિક્કા નાના મોટા 400 ગ્રામ કિંમત 20000,રોકડા રૂપિયા 20000 આમ કુલ મળીને 4,90100 કોઈ ચોર અજાણ્યા ઈસમો ચોરી કરી જતા વેપારીએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી આગળની કાયદેસરની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...