મામલતદારને રજૂઆત:રેવન્યુ તલાટીઓ પોતાના ગામના સેજા પર હાજર રહે તેવી માગણી

કરજણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરજણના ગામોના સરપંચો દ્વારા મામલતદારને રજૂઆત કરાઈ

કરજણ તાલુકાના ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા પંચાયતી તલાટીઓ હાલમાં હડતાલ પર હતા અને 1 ઓક્ટોમ્બરથી ગ્રામ પંચાયતની રેવન્યુને લગતી તમામ કામગીરોઓ બંધ કરી દીધી છે. અને કરજણ તાલુકામાં આવેલ ગ્રામ પંચાયતોના સેજાઓ પર ફરજ પર આવે એ માટે કરજણ તાલુકાના સરપંચો દ્વારા કરજણ મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

પંચાયતી તલાટીઓને ગ્રામ પંચાયતની રેવન્યુ કામગીરી જેવી કે પેઢીનામુ, જાતી અને આવકના દાખલા, 135 ડીની નોટિશો, જન્મ-મરણના દાખલા, બોરકૂવાના દાખલા, રેશનકાર્ડની કામગીરી, બીપીએલના દાખલા, વિધવાસહાય, વૃદ્ધ સહાય, વયવંદના કામગીરી 1 ઓક્ટોમ્બરથી બંધ કરી દીધી છે. જેથી ગામડાની જનતા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાલમા જાતી અને આવકના દાખલાની તાતી જરૂરીયાત હોવાના લીધે હાલમાં અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે રેવન્યુ તલાટીઓ હાલમાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવે છે. જેથી હવે રેવન્યુ તલાટીઓને ફરજીયાત પોતાના ગામના સેજા પર હાજર રહે એવી સરપંચોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...