તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:વેમારના દર્દીના પરિવારના 5 સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા, આરોગ્ય ખાતાને રાહત

કરજણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સભ્યોને વરણામા ખાતે ક્વોરન્ટીન સેન્ટરમાં ખસેડાયા હતા

તાલુકાના વેમાર ગામે શાકભાજીનો વ્યવસાય કરતા ઈસમને કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેમના પરિવારના પાંચ સભ્યોને વરણામા ખાતે હોમ કોરન્ટાઇન સેન્ટરમાં કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ સભ્યોના સેમ્પલ લઈ ચકાસણી કરતા કોરોના ગ્રસ્ત વૃદ્ધના પરિવારના પાંચ સભ્યોનો નેગેટિવ રિપોર્ટ આવતા આરોગ્ય ખાતાને રાહત થવા પામી છે.
અલકાપુરી વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો
કરજણ તાલુકાના વેમાર ગામે અલકાપુરી વિસ્તારમાં રહેતા સુલેમાનભાઈ મેમણનો સોમવારે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા સુલેમાનભાઈ મેમણને સોમવારે રાત્રે જ આરોગ્ય ખાતા દ્વારા વડોદરા આજવા ખાતે આવેલ સેન્ટરમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. જ્યારે તેમના  પરીવારના પાંચ સભ્યોને વરણામા ખાતે આવેલ હોમકોરન્ટrન સેન્ટરમાં કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જયારે આરોગ્ય ખાતાએ વેમાર ગામનું અલકાપુરી વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો હતો. કોરોના ગ્રસ્ત સુલેમાનભાઈના પરિવારના પાંચ સભ્યોનો રીપોર્ટ કઢાવતા પરિવારના તમામ પાંચ સભ્યોનો કોરોના નેગેટિવ રિપોર્ટ આવતા વેમાર ગ્રામજનોમાં અને આરોગ્ય ખાતાને અને પોલીસ તંત્રને હાસકારો થવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો