ભ્રષ્ટાચાર:કરજણ પાલિકાને કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા કારણદર્શક નોટિસ

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કરજણ પાલિકાની ફાઈલ તસવીર - Divya Bhaskar
કરજણ પાલિકાની ફાઈલ તસવીર
  • પાલિકાના 28માંથી 26 સભ્યોને હોદ્દા પરથી દૂર કેમ નહીં કરવા તેનો જવાબ મંગાયો
  • સત્તાધીશોએ​​​​​​​ રસ્તાની જમીન વાણિજ્ય હેતુ માટે ફાળવી

કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ સાડી માર્કેટ પાસે મસ્જિદની સામે જાહેર રસ્તા પર આવેલી જગ્યામાં કરજણ નગર પાલિકા દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિને વાણિજ્ય હેતુ માટે ઠરાવ કરીને જગ્યા ફાળવી હતી.

આ બાબતેની અરજી કમિશનર મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેશન ગુજરાત રાજ્ય ગાંધીનગર કરજણ નગર પાલિકાના સત્તાધીશોએ કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ જઈ નગરપાલિકા હસ્તકની રસ્તા પૈકીની જમીનમાં સત્તા ન હોવા છતાં ખોટો નિર્ણય કરી ઠરાવ કરી ઠરાવમાં સહી કરનાર 28 સભ્યો પૈકી કરજણ નગર પાલિકાના 26 સભ્યોને હોદ્દા પરથી દૂર કેમ નહીં કરવા એવી કારણદર્શક નોટીસ ફટકારી છે.

કરજણ નવા બજાર વિસ્તારમાં સાડી માર્કેટમાં મસ્જિદની સામે આવેલા રસ્તાની જગ્યામાં કરજણ પાલિકા દ્વારા તા.16/10/2017 અધ્યક્ષ સ્થાને કરેલા ઠરાવ નંબર 52 કલેકટર દ્વારા ઠરાવ રદ કરાયેલ હોવા છતાં પાલિકા દ્વારા તા. 16/10/2020ની સામન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ નંબર 17/15 અને ઠરાવ નંબર 17/16 કરી વડોદરા કલેક્ટરના હુકમનું ઉલંઘન કરેલ હોવાથી જેથી અરજદાર વિષ્ણુભાઈ શાહ કમિશનર મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેશન ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે અરજી કરતા તા. 10/06/2020ની સામન્ય સભામાં અધ્યક્ષસ્થાનેથી કરવામાં આવેલ ઠરાવ નંબર 17/15 અને ઠરાવ નંબર 17/16થી લાભાર્થીને કેબીન ફાળવવા માટે કરેલ ઠરાવ ખોટા કરેલ હોવાથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 37 હેઠળ પગલાં લેવા પાત્ર થાય છે.

જેથી કરજણ નગર પાલિકાના સભ્યપદેથી દૂર કેમ ન કરવા તે બાબતેની કારણદર્શક નોટિસ કરજણ નગર પાલિકાના 28 સભ્યો પૈકી ઠરાવમાં સહી કરનાર કરજણ નગર પાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખ સહીત 26 સભ્યોને ફટકારવામાં આવી છે. જેને પગલે કરજણ નગર પાલિકાના રાજકારણમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. અને તારીખ 9/06/2022 નારોજ જવાબ રજુ કરવાનું જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...