તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેન્ટેનન્સ:કરજણમાં વીજ કંપની દ્વારા રવિવારે પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરાઈ

કરજણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેન્ટેનન્સની કામગીરી માટે સવારે 8-30થી 3 સુધી નગરમાં વીજ કાપ મુકાયો હતો

રવિવારના રોજ કરજણ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં કરજણ નગરમાં આવેલા વીજ થાંભલાઓ પરના ઢીલા થઈ ગયેલ વીજ વાયરો ખેંચવામાં આવ્યા અને નવા વાયરો નાખવામાં આવ્યા હતા. તેમજ નવા ટ્રાન્સફોર્મર પણ ફીટ કરવામાં આવ્યા હતા. આમ એકસાથે કરજણ નગરમાં વીજકંપનીના કર્મીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમા રવિવારના રોજ કરજણ નગરમાં સવારે 8-30થી 3 વાગ્યા સુધી વીજકાપ મૂકીને વીજકંપનીની ટોમો દ્વારા પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કરજણ મધ્યગુજરાત કંપની દ્વારા કરજણ નગરમાં સવારે 8-30 બપોરે 3 વાગ્યા સુધીને કરજણ નગરમાં વીજકાપ મૂકીને કરજણ નગરમાં એકસાથે ટીમો ઉતરીને નગરમાં નવા વીજ ટ્રાન્સફોર્મર તેમજ નવા વીજ વાયર નાખવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...