કાર્યવાહી:કરજણમાં સગીરાને ભગાડી જતા યુવક સામે પોસ્કો મુજબનો ગુનો

કરજણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મજૂરી અર્થે આવેલી સગીરાને ભગાડનાર યુવક ઝડપાયો

કરજણ નગરમાં મજૂરીકામ અર્થે આવેલા યુવકે મજૂરી કામ અર્થે આવેલી સગીરાને એના માતપિતાના વાલીપણામાંથી પટાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી જતા પોલીસે ઝડપી પાડી યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કોનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલી છે.

કરજણ જૂના બજાર તળાવની પારે પાણીની ટાંકી પાસે રહેતો યુવક રાહુલભાઈ નગરાભાઈ ભુરીયાનાઓએ કરજણ નવા બજાર ખાતે મજૂરી કામ અર્થે આવેલી પરિવારની સગીરાને રાહુલ તેના માતા પીતાના વાલીપણામાંથી પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી તારીખ 1 મેના રોજ ભગાડી ગયો હતો. પોલીસે ઝડપી પાડી કરજણ પોલીસ સ્ટેશનમાં સગીરાના પીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલભાઈ નગરાભાઈ ભુરીયા સામે પોસ્કો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરેલી છે.

અન્ય સમાચારો પણ છે...