ફરિયાદ:સગીરાને યુવક લગ્નની લાલચે ભગાડી જતાં પોલીસ ફરિયાદ

કરજણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકના માતા-પિતાએ સગીરાના પિતાને ધમકી આપી

કરજણ તાલુકાના ગામમાં એકજ ફળીયામાં રહેતો યુવક 18મીએ ગરબા હોઇ ફળીયાની સગીરા પણ ગરબા રમવા ગઈ હતી. ગરબા રમીને પરત ન આવતા સગીરાના માત-પિતાએ તપાસ કરતા ફળીયામાં રહેતો અનીલ વસાવા તેને લગ્ન કરવાની લાલચ આપીને ભગાળી ગયોનું જાણવા મળ્યું હતું. સમાજના આગેવાનો ભેગા થઈ અનીલના પિતા મંગળદાસને યુવતીને સોંધી લાવીને તેના માત-પિતાને સોપી દેવાની વાત કરી હતી.

15 દિવસ વીતી ગયા પછી પણ યુવતીને ન શોધી લાવતા સગીરાના માત-પિતા યુવકના ઘરે જઈને યુવકના પિતા મંગળદાસ અને માતા જમણાબેન વસાવાને પૂછવા ગયા હતા. ત્યારે મંગળદાસે કહેલ કે મારો છોકરો તારી છોકરી સાથે લગ્ન કરી લેવાનો છે. એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા સગીરાના પિતાએ કરજણ પોલીસ સ્ટેશનમાં અનીલ, મંગળદાસ અને જમણાબેન વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી

અન્ય સમાચારો પણ છે...