કાર્યવાહી:મેસરાડ ગામમાં મારામારીના ગુનામાં બે સામે પોલીસ ફરિયાદ

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડામાં છોડાવવા પડેલ ઈસમ સામે રીસ રાખી બે ભાઈનો હુમલો

કરજણ તાલુકાના મેસરાડ ગામે જેસીબી મશીનના ડ્રાઈવરના ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલ સામે રીસ રાખીને બે સગા ભાઈઓએ જ ગામના યુવાન પર હુમલો કરી ઈજા પહોંચાડી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બે સગા ભાઇઓ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

કરજણ તાલુકાના મેસરાડ ગામે જેસીબી મશીનના ડ્રાઇવરના ઝઘડામાં છોડાવા પડેલ ગામના તુષાર ઘનશ્યામભાઈ ભટ્ટ સાથે અગવાની રીસ રાખીને બાઈક લઈને મજૂરો કરવા માટે મેસરાડ ગામની નવી નગરીમાં જતા હતા. ત્યારે હુસેન મૂસાભાઈ સિંધી અને ઈમરાનભાઈ મુસાભાઈ સિંધી બન્ને ભાઈએ ઉભારાખી તુષાર ભટ્ટને ગમેતેવી ગાળો આપી ઈમરાને તુષારની ફેટ પકડી લાફા મારેલ હુસેનભાઈએ ધારદાર તીક્ષ્ણ હથિયારથી તુષાર ભટ્ટના માથામા ઝાંપોટ મારી બંન્ને ભાઈઓએ તુષાર ભટ્ટને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તુષાર ભટ્ટને માથામા લોહી નીકળતું હોય ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ હતો. જ્યારે તુષાર ભટ્ટે હુસેન મૂસાભાઈ સિંધી અને ઈમરાનભાઈ મુસાભાઈ સિંધી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...