તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:કરજણમાં રસી મુકાવવા મળસ્કે 5 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા રહ્યા

કરજણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ સરકારી દવાખાને કોરોનાની રસી માટે લોકો મળસ્કે 5 વાગ્યાથી લાઇનમાં ઉભા રહે છે. - Divya Bhaskar
કરજણ સરકારી દવાખાને કોરોનાની રસી માટે લોકો મળસ્કે 5 વાગ્યાથી લાઇનમાં ઉભા રહે છે.
  • મર્યાદિત ડોઝ આવતો હોવાથી લોકો વહેલી સવારે આવી પહોંચ્યા
  • સરકારી દવાખાને અગાઉ 100 ટોકન અપાતા હોવાથી લોકોને પરત જવું પડતું હતું

ત્રણ દિવસ બાદ કરજણમાં કોરોના રાશિ મુકવાનો કાર્યક્રમ શરૂ થતા કોરોનાની રસીનો મર્યાદિત ડોઝ આવતો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રસી મુકાવવા લોકો વહેલી સવારે પાંચ વાગ્યાથી લાઈનોમાં ઉભા રહી જાય છે. આગઉ માત્ર 100 ડોઝ આવતા હતા. પરંતુ શનીવારનાં રોજ 300 ડોઝ આવેલ હોવાથી લોકોને પરત જવાનો વારો આવ્યો નથી.કરજણમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના રસીકરણનો કાર્યક્રમ બંધ હતો. અને લોકોમાં કોરોનાની રસીકરણની જાગૃતતા આવતા શનીવારનાં રોજ રસીકરણનો કાર્યક્રમ શરૂ થતા લોકો વહેલા તે પહેલાનાં ધોરણે રસી મુકાવવા માટે મળસ્કે 5 વાગ્યાથી સરકારી દવાખાને આવીને લાઇનમાં ઉભા રહે છે.

આગવ કોરોનાની રસીના માત્રા 100 ડોઝ આવતા હતા. જેથી વહેલા આવીને લાઇનમાં ઉભા રહી ટોકન લેવો પડતો હતો. 100 ટોકન પુરા થયા બાદ અન્ય લોકોને પરત જવાનો વારો આવતો હતો. જ્યારે શનીવારે કોરોનાની રસીના 300 ડોઝ આવતા લોકોને પરત જવાનો વારો આવ્યો નથી. આમ રસીકરણ માટે લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહે છે.

અન્ય સમાચારો પણ છે...