સમસ્યા:દિવાળીના તહેવારમાં કરજણ-સાધલી શટલ બસ બંધ કરાતાં મુસાફરોમાં રોષ

સાધલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકસ્ટ્રા સંચાલનના કારણે ગામડાની બસો બંધ
  • ખાનગી વાહનોમાં ડબલ ભાડુ ખર્ચ કરવાનો વારો

વડોદરા એસટી વિભાગમાં આવેલ કરજણ ડેપો દ્વારા ચલાવવામાં આવતી કરજણ-સાધલી-કરજણની શટલ બસના શિડ્યુલનું સંચાલન કરવામાં આવે છે. આ બસ આખો દિવસમાં કરજણ-સાધલી-કરજણ વચ્ચે કુલ 8 ટ્રીપ મારવા આવતી હોય છે. પરંતુ આ બસ છેલ્લા બે દિવસથી બંધ કરી દેવામાં આવેલ છે. કરજણ ડેપોના વહિવટકર્તાઓ દ્વારા મનસ્વી રીતે નિર્ણય લઈને સાધલી રૂટની બસો બંધ કરી દેવામાં આવે છે.

એસટીના અધિકારીઓ દ્વારા પહેલેથી સાધલી સેન્ટર સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતુ હોય છે. આવુ કેમ કરવામાં આવે છે તે સમજાતુ નથી. કરજણ ડેપોમાં પૂછતા એમ જણાવવામાં આવે છે કે સુરત/દાહોદ/ગોધરા/સૌરાષ્ટ્ર/કાઠીયાવાડથી એકસ્ટ્રા સંચાલનમાં બસો મોકલવામાં આવેલ છે. તો શું ગામડાના મુસાફરો દિવાળી કરવા માટે પોતાના વતનમાં દૂરદૂરથી આવતાં હોય છે. તે પોતાના ઘરે નાના બાળકો અને સામાન લઈને કેવી રીતે પહોંચશે એવુ અધિકારીઓ વિચાર્યું છે ખરુ. આ તમામ મુસાફરોને પોતાના ધરે પહોંચવા માટે ખાનગી વાહનો દ્વારા ડબલ ભાડુ ખર્ચીને નાછૂટક મસાફરી જીવનના જોખમે મુસાફરી કરવી પડતી હોય છે.

સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. એસટી એક સેવાનો અભિગમ છે. તેમ કહે છે અને અધિકારીઓ એમ જણાવે છે કે ઓછી આવકનું ખોટું બહાનુ કાઢીને બસો બંધ કરી દેવામાં આવેલ છે. આ શિડ્યુલની સારામાં સારી આવક આવતી હોવા છતાં બંધ રાખવામાં આવે છે. અને તેમના મળતીયાઓના શિડ્યુલની ઓછી આવક આવે તો પણ ચાલુ રાખવામાં આવે છે. તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે. આમા સાચુ કોણ તે સમજાતુ નથી.

કરજણ ડેપોમાં રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ મળતો નથી. સાધલીના મુસાફરોને પડતી મુશ્કેલીઓ ધારાસભ્ય-સાંસદ સભ્ય તેમજ પદાધિકારીઓ પ્રજાને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે વડોદરા વિભાગીય નિયામક-ડીટીઓ તથા કરજણ ડેપો મેનેજરને ખાસ સૂચના આપવા આવે કે કરજણ-સાધલી-કરજણની શટલ બસ તેમજ અન્ય કોરોના મહામારીના કારણે બંધ કરવા આવેલી તમામ ટ્રીપો પુનઃ જૂના સમય પત્રક મુજબ ચાલુ કરી આપવામા આવે એવી પથંકના મુસાફરોની લોકમાગ છે.

અન્ય સમાચારો પણ છે...