તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કરજણ-સાધલી-કરજણની શટલ બસ બંધ કરાતાં મુસાફરોમાં રોષ

સાધલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓછી આવકનું ખોટંુ બહાનું કાઢીને બસ બંધ કરી દેવાઈ
  • ખાનગી વાહનોમાં ડબલ ભાડંુ ખર્ચી મુસાફરી કરવી પડે છે

કરજણ એસ.ટી. ડેપો દ્વારા છેલ્લા 25 વર્ષથી ચલાવવામા આવતી કરજણ-સાધલી-કરજણનો ડે. આઉટ શિડયુલ ચાલતો હતો. પરંતુ તે બંધ કરવાનો નિર્ણય લેવામા આવ્યો તેમ જાણવા મળેલ છે. છેલ્લા એક વર્ષથી ચાલતી કોરોના મહામારીના કારણે સમગ્ર ગુજરાતમાં એસટી વિભાગને નુકશાન પહોંચ્યુ છે. તેમ છતાં પણ કરજણ ડેપોના વહિવટ કર્તાઓ દ્વારા મનસ્વી રીતે નિર્ણય લઈને ઓછી આવકનુ ખોટુ બહાનુ કાઢીને કરજણ-સાધલી-કરજણ ની શટલ બસ બંધ દેવામાં આવેલ છે. આ બસ નોકરીયાત વર્ગ-મુસાફરો અપ ડાઉન કરતાં દરેક વર્ગ માટે આશીર્વાદ રૂપ ગણાતી હોય છે. આ બસ બંધ કરવાના ખોટા નિર્ણયથી પથંકના મુસાફરોમા રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરા એસ ટી વિભાગમાં આવેલ કરજણ ડેપો દ્વારા ચલાવવામાં આવતી કરજણ-સાધલી-કરજણ ડે આઉટ શિડયુલ વર્ષોથી ચાલતો હતો. તેમાં દિવસ દરમિયાન 8 ટ્રીપો કરજણથી સાધલીની ચાલતી હતી. પરંતુ લોકડાઉનમા તમમા બસો બંધ કરવામા આવી હતી. સરકાર દ્વારા લોકડાઉન છુટ-છાટ આપવામા આવતા જન જીવન ધીમે ધીમે રાબેતામુજબ ધય રહ્યુ છે. તેમ છતાં પણ સાધલી સેન્ટરની બસો બંધ રાખવામાં આવે છે. પરંતુ કરજણ ડેપોમા તેમના મળતીયા હોય તેમના નવા રૂટો ચાલુ કરવામા આવી રહ્યાં છે. તેમ લોક મુખે ચર્ચા રહ્યુ છે. સાધલીથી કરજણ વચ્ચે સૌથી વધુ ખાનગી વાહનો મુસાફરોની હેરાફેરી કરે છે. બસો બંધ હોવાથી મુસાફરોને જીવના જોખમે ડબલ ભાડુ ખચીઁ ને મુસાફરી કરવી પડતી હોય છે.

ઓછી આવકનું મુખ્ય કારણ વહિવટ કર્તાઓ દ્વારા અનિયમિત સંચાલનના કારણે આવક ઓછી આવતી હોય છે. એસ.ટી. નિગમ દ્વારા સાધલી સેન્ટર સાથે ઓરમાયું વર્તન રાખવામા આવતુ હોય છે. કારણ કે સારામા સારી આવક આવતી હોવા છતાં કરજણ-રાજપીપલા-જંબુસરની ટ્રીપ બીજે ચાલુ કરી દેવામાં આવીલ છે. આ બાબતે વિભાગીય નિયામક તથા કરજણ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહિ કરવા આવતી નથી. જેથી ચુટાયેલા ધારાસભ્ય-સાંસદ સભ્ય અંગત રસ લઈને તમામ બસો જૂના સમય મુજબ પુનઃ ચાલુ કરી આપવા આવે એવી સમગ્ર પથંકના મુસાફરોની લોકમાગ છે.

અન્ય સમાચારો પણ છે...