તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:કરજણ સુમેરૂ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન સેવા શરૂ

કરજણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુમેરૂ કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજનની સુવિધા મુકાઇ. - Divya Bhaskar
સુમેરૂ કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજનની સુવિધા મુકાઇ.
  • ઓક્સિજન ના મળતા દર્દીઓને અન્ય ખસેડવા પડતા હતા
  • ધા. અક્ષયભાઈ પટેલના પ્રયાસોથી ઓક્સિજન ટેન્કો મુકાઇ

કરજણ સુમેરૂ નવકાર તીર્થ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરમાં મંગળવારથી દર્દીઓ માટે ઓક્સિજન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં ટેન્ક મૂકવામાં આવી છે અને એના દ્વારા દર્દીઓને ઓક્સિજન આપવામાં આવશે. જેમાં મંગળવારે કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, નાયબ કલેક્ટર, ટીડીઓ, ચીફ ઓફિસર, પાલિકા ઉપપ્રમુખ હાજર રહ્યા હતા. આમા હવે કોરોના દર્દીઓ માટે સુમેરૂ કોવિડ કેર સેન્ટરમાં દાતાઓના સહયોગથી સુવિધામાં વધારો થઈ રહ્યો છે.

ઓક્સિજનની અછતના લીધે સુમેરૂ કોવિડ કેર સેન્ટર ખાતેથી દર્દીઓને ઓક્સિજન માટે અન્ય દવાખાનામાં ખસેડવા પડતા હતા. પ​​​​​​​રંતુ ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના પ્રયાસોથી કરજણ સુમેરૂ નવકાર તીર્થ ખાતે ચાલતા કોવિડ કેર સેન્ટરમાં બે ટેન્કો મૂકવામાં આવી છે અને એના દ્વારા જરૂરીયાત મંદ દર્દીઓને ઓક્સિજન અપાશે. આ ઓક્સિજન પ્લાન્ટનું મંગળવારે કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ કરજણ નાયબ કલેક્ટર કે.આર.પટેલ, ટીડીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...