તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:કરજણ શહેરની ભાજપની નવી બોડીને લઈને કાર્યકરોમાં નારાજગી

કરજણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પક્ષવિરુદ્ધ કામગીરી કરનાર અને બિન સક્રિય વ્યક્તિઓને હોદ્દા અપાતાં રોષ
  • વોર્ડ નં. 2, 3 અને 6માં હોદ્દાઓની લહાણી, 3 વોર્ડમાં 13 કાર્યકરોને હોદ્દા અપાયા

કરજણ શહેર ભાજપાની બોડી જાહેર કરવામાં આવી છે. એમાં કરજણમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખુલ્લે આમ કોંગ્રેસનો પ્રચાર કરનાર તેમજ ભાજપા સાથે કોઈ જ લેવાદેવા નથી અને ભાજપાના સક્રિય સભ્ય પણ નથી એવાને કરજણ શહેર ભાજપાના હોદ્દા આપવામાં આવ્યા છે. જ્યારે ભાજપાના સંનિષ્ઠ કાર્યકરોની અવગણના કરવામાં આવી છે. શહેરનો બોડીમાં જેનો સમાવેશ કરવામાં આવેલ છે એમને ભાજપા કાર્યકરો પણ ઓળખતા નથી.

હાલમાં કરજણ શહેરની ભાજપાની બોડી જાહેર કરવામાં આવેલ છે. જેને લઈને કરજણ નગરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. કરજણ શહેર ભાજપાની પ્રમુખ, ઉપ પ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ આમ 16 વ્યક્તિની વરણી કરવામાં આવેલ છે. જેમા અગાઉ કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ પક્ષ વિરૂદ્ધ જાહેરમાં પ્રચાર કરનારને શહેર ભાજપાની બોડીમાં સમાવેશ કરવામાં આવેલ છે. જ્યારે એક હોદ્દેદાર તો કરજણમાં રહેતા પણ નથી. જ્યારે શહેરની બોડીના હોદ્દેદારોના સક્રિય સભ્યના નંબર ચેક કરવામાં આવે તો ઘણા હોદ્દેદારો સક્રિય સભ્ય પદ ધરાવતા નથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપા સાથે જોડાયેલા અને પાર્ટી સાથે રહેનાર ભાજપાના કાર્યકરોમાં ભાજપાની નવી બોડીને લઈને નારાજગી ફેલાઈ છે. આ બાબતે કરજણ શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્યનો સંપર્ક કરતાં થઈ શક્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...