અકસ્માત:લાકોદરા પાસે ટ્રકે રિક્ષાને ટક્કર મારતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત

કરજણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિક્ષામાં સવાર ઈસમ રોડ પર પટકાતાં ટ્રકના વ્હીલ માથા પર ફરી વળ્યાં

કરજણના લાકોદરા પાસે હાઈવે પર હાઈવા ટ્રકના ચાલકે ગફલત ભરીરીતે હંકારી આગળ ચાલતી રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં સવાર એકનું રોડ પર પટકતા હાઈવાની વ્હીલ માથા પર ફરીવળતા ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કરજણ તાલુકના ઓસલામ ગામના મનોજભાઈ ચંદુભાઈ પાટણવાડીયા સોમવારે પોતાની રીક્ષા નંબર જી જે 06 એ ટી 2982 લઈને સાથે જગદીશભાઈ બૂધાભાઈ પા.વા અને નરેશભાઈ જેસીંગભાઈ ગોહીલ નાઓ સાથે પોર પેપર કંપનીનો સામાન લઈને ભરૂચ જતા હતા.

લાકોદરા પાસે પાછળથી આવતા હાઈવા ટ્રક નંબર જી જે 16 એ વી 6060ના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આગળ ચાલતી રીક્ષાને ટક્કર મારતા રિક્ષામાં સવાર જગદીશભાઈ ચંદુભાઈ પાવા રોડ પર ફંગોળાયા હતા. માથા પર હાઈવાનું વીહીલ ફરીવળતા જગદીશભાઈ પાવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રીક્ષાચાલક મનોજભાઈ પાવા અને નરેશભાઈ ગોહીલને ઇજાઓ થઈ હતી. પોલીસે હાઈવા ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...