ધારાસભ્યના હસ્તે લોકાર્પણ:કરજણ નગરના રાજમાર્ગો પર રૂ. 77 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઈટ લગાવાઈ

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કરજણ નગરમાં એલઈડી લાઇટનું લોકાર્પણકરાયું. - Divya Bhaskar
કરજણ નગરમાં એલઈડી લાઇટનું લોકાર્પણકરાયું.
  • LED સ્ટ્રીટ લાઇટનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું

કરજણ નગરમાં નગરપાલિકા વિસ્તારના મેઈન બજારના જાહેર માર્ગો પર મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી યોજના અંતર્ગત રૂા. 77 લાખના ખર્ચે રોડ પર નવા પોલ નાખીને એલઇડી લાઇટ નાખવામાં આવી છે. જેમાં કરજણ ધાવટ ચોકડીથી જુના બજાર રેલ્વે સ્ટેશન સુધી તેમજ નવા બજાર જૂનીની નગરપાલિકા બિલ્ડિંગથી જલારામ ચોકડી સુધી તેમજ એસટી ડેપોથી પ્રયોશા ચોકડી સુધી નેરોડની બાજુમા એલઈડી લાઈટોના નવા થાંભલા નાખવામાં આવ્યા છે.

જેમાં કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા સ્વીચ પાડીને એલઈડી લાઇટ કરજણ નગરમાં ચાલુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કરજણ નગર પાલીકા પ્રમુખ મીનાબેન ચાવડા, ઉપ પ્રમુખ જયેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન વનરાજસિંહ રાઉલજી દેવેન્દ્રસિંહ ચાવડા તેમજ કરજણ નગર પાલીકાના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...