તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કરજણમાં રોડ ઉપર મૂકેલા ફાઈબરના સ્પીડ બ્રેકરોથી વાહન ચાલકો પરેશાન

કરજણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
કરજણ નગરમાં નવા રોડ સુવીધાની જગ્યાએ દુવિધા રૂપ સબીત થયા રોડ પર ઠેર ઠેર ફાઈબરના સ્પીડ બ્રેકરોથી વાહન ચાલકો પરેશાન. - Divya Bhaskar
કરજણ નગરમાં નવા રોડ સુવીધાની જગ્યાએ દુવિધા રૂપ સબીત થયા રોડ પર ઠેર ઠેર ફાઈબરના સ્પીડ બ્રેકરોથી વાહન ચાલકો પરેશાન.
  • વાહનોને થતું નુકસાન જ્યારે જર્ક લાગવાના કારણે કમર પડ પડતી અસર
  • નગરપાલિકા દ્વારા મૂકાયેલા વધારાના સ્પીડ બ્રેકરો દૂર કરવા લોકોની માગ

કરજણ નગરમાં ચોમાસામાં રોડ પર ખાડા પડી જવાથી કરજણ નગર પાલીકામાં રોડ સર્ફેસિંગની ગ્રાન્ટ આવતા કરજણ નગર પાલીકા દ્વારા કરજણ નગરના જાહેર રોડો નવા બનાવાયા હતા. આમ નવા રોડ બનતા કરજણ નગરની જનતામાં આનંદની લાગણી છવાઈ હતી. પરંતુ રોડ બન્યાના થોડા દિવસો બાદ નવા રોડો પર જ્યા જરૂરત છે ત્યા સ્પીડ બ્રેકરો મુકાયા હતા. પરંતુ જ્યા જરૂર નથી એવી જગ્યાઓ પર પણ ઠેર ઠેર ફાઈબરના સ્પીડ બ્રેકરો મુકતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી થઈ છે.

સ્પીડ બ્રેકરોના લીધે વાહનો નુકશાન થાય છે અને બાઈક અને સ્કૂટર ચાલકો માટે તો સ્પીડ બ્રેકરોના લીધે ઝર્ક મારવાથી કમર તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. ડામરના સ્પીડ બ્રેકર થઈ ઝર્ક ઓછા લાગે પરંતુ ફાઈબરના સ્પીડ બ્રેકરો પર તો અવશ્ય બાઈક કે કાર એકદમ ધીમી પાડીને સ્પીડ બ્રેકર ક્રોસ કરવો પડે છે. આમ એક રોડ પર 7થી 8 જેટલા સ્પીડ બ્રેકર મૂકવાથી વાહન ચાલકોને સુવીધાની જગ્યાએ દુવિધા વેઠવાનો વારો આવ્યો છે. જેથી કરજણ નગર પાલીકા દ્વારા બીન જરૂરી મૂકવામાં આવેલા સ્પીડ બ્રેકરો દૂર કરવાની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...