વિરજઇ ગામનો યુવક તેની બીમાર માતાને બાઇક પર બેસાડીને ઉમજ ગામ ખાતે દવા લેવા જતો હતો. ત્યારે ચોરભુજથી ઉમજ ગામ વચ્ચે એક છગડા રિક્ષા ચાલકે પોતાની રિક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇકને ટક્કર મારી હતી. આથી બાઇક સવાર અને પાછળ બેઠેલી તેની માતાને માથાના ભાગે ઇજાઓ થતાં વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
વિરજઇના હિમ્મતભાઈ પઢીયાર તેમની 70 વર્ષીય માતા પુજીબેન બીમાર હોઇ દવા લેવા બાઇક પર બેસાડીને ઉમજ જતા હતા. ત્યારે ચોરભુજથી ઉમજ વચ્ચે એક છગડો રિક્ષાના ચાલકે રિક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે હાંકરી આગળ ચાલતી બાઇકને અડફેટમાં લેતાં બાઇક પર દવાખાને જઈ રહેલ માતા પુત્રને ઇજાઓ થઇ હતી.
જેમાં હિમ્મતભાઈને જમણા હાથે અને જમણા પગે ઇજાઓ થઇ હતી. જ્યારે માતા પુજીબેનને જમણા પગે અને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. બંનેને સારવાર માટે કરજણ CHC લઇ જવાયા હતા. પુજીબેનને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન પુજીબેનનું મોત નીપજ્યું હતું. પોલીસે છગડો રિક્ષા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.