ભાસ્કર વિશેષ:તળાવોમાં મચ્છરનાશક ગપ્પી માછલીઓ છોડાઈ

કરજણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ નગર-તાલુકાના 65 જેટલા બારમાસી તળાવોમાં મચ્છરોનાપોરા નાશક ગપ્પી માછી છોડાઈ. - Divya Bhaskar
કરજણ નગર-તાલુકાના 65 જેટલા બારમાસી તળાવોમાં મચ્છરોનાપોરા નાશક ગપ્પી માછી છોડાઈ.
  • કરજણ નગર અને તાલુકાના 65 જેટલા બારમાસી તળાવોને આવરી લેવાયાં
  • મચ્છરોના​​​​​​​ ઉપદ્રવને કારણે મલેરીયા ફેલાતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

કરજણ નગર તેમજ તાલુકામાં મચ્છરોના ઉપદ્રવને કારણે મલેરીયા ફેલાયો છે. જેને લઇને તાલુકા હેલ્થ કચેરી દ્વારા કરજણ નગર અને તાલુકામાં આવેલા 65 જેટલા બારમાસી તળાવોમાં મચ્છરોના પોરા નાશક ગપ્પી માછલીઓ છોડવામાં આવી હતી. જે ગપ્પી માછલીઓ મચ્છરોના પોરાઓનું ભક્ષણ કરતી હોવાથી મચ્છરોના નાશ થયા છે. આમ દિવાળીના દિવસોમાં આરોગ્ય ખાતા દ્વારા મચ્છરોના કાયમી નીકાલના પ્રયાશો કર્યા છે.

વડોદરા જિલ્લા મલેરીયા વિભાગ સંયોગથી કરજણ તાલુકા હેલ્થ કચેરી દ્વારા કરજણ નગર અને તાલુકામાં વધી ગયેલ મચ્છરોના ઉપદ્રવના લીધે રહીશોના આરોગ્ય પર ખતરો મંડાઈ રહ્યો હતો. જેમાં દિવાળીના દિવસોના તહેવારોમાં કરજણ નગર અને તાલુકામાં આવેલ 65 જેટલા બારમાસી તળાવો કે જે તળાઓ માં 12 માસ પાણી ભરાયેલ રહે છે. એવા તળાવોમાં મચ્છરોના નાશ માટે ગપ્પી માછલીઓ છોડવામાં આવી હતી. આ ગપ્પી માછલીઓ મચ્છરોના પોરાનું ભક્ષણ કરતી હોવાથી મચ્છરોના ઉપદ્રવ અટકાવી શકાય છે. એટલે તાલુકા હેલ્થ કચેરી દ્વારા 65 તળાવોમાં ગપ્પી માછલીઓ છોડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...