પોલીસ સફાળી જાગી:કરજણમાં 18થી વધુ દેશી દારૂની ભઠ્ઠીનો નાશ કરાયો

કરજણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેશીદારૂના લઠ્ઠાકાંડ બાદ કરજણ પોલીસે સમગ્ર તાલુકામાંથી દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો. - Divya Bhaskar
દેશીદારૂના લઠ્ઠાકાંડ બાદ કરજણ પોલીસે સમગ્ર તાલુકામાંથી દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો.
  • બરવાડા લઠ્ઠાકાંડને લઈને કરજણ પોલીસ સફાળી જાગી
  • સોમજ ગામે જિલ્લા પંચાયતના સભ્યના વાડામાંથી પણ દારૂની ભઠ્ઠીનો નાશ કરાયો

બરવાળામાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ કરજણ પોલીસ પણ એકદમ સફાળી જાગી હતી અને કરજણ તાલુકામાં આવેલી દેશી દારૂની 18થી વધુ ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો. કરજણ તાલુકાના સોમજ ગામે જિલ્લા પંચાયતના સભ્ય જીગ્નેશભાઈ વસાવાના વાડામાંથી પણ પોલીસે દેશીદારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો. આમ પોલીસ દ્વારા દેશીદારૂની 18થી વધુ ભઠ્ઠીનો નાશ કરાયો છે.બરવાળામાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ કરતાં પોલીસે કરજણ તાલુકાના ગામડાઓમાં ચોરીછૂપીથી ચાલતા દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરીને દેશીદારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો.

જેમાં કંડારી, ગંધારા, ગણપતપુરા, વેમાર, ધાવટ, મીયાગામ, દેલવાડા, કોઠાવ, દેલવાડા, સારીગ, સાસરોદ, કરણ, અણસ્તૂ અને સોમજ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય કરજણ પોલીસે તમામ દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે સોમજ ગામે જિલ્લા પંચાયતના ભાજપાના સભ્ય જીગ્નેશભાઇ વસાવાના વાડમાંથી પણ પોલીસે દેશી દારૂની ભઠ્ઠીનો નાશ કર્યો હતો. આમ કરજણ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને દેશી દારૂની 18 જેટલી ભઠ્ઠીનો નાશ કરાયો હતો. જ્યારે જિલ્લા પંચાયત સભ્ય જીગ્નેશભાઇ વસાવાનો સંપર્ક કરતાં સંપર્ક થઈ શક્યો નથી.

છોટાઉદેપુરના ધંધોડા ગામના યુવાનનું હળવદમાં લઠ્ઠાકાંડમાં શંકાસ્પદ મોત
છોટાઉદેપુર તાલુકાના ધંધોડા ગામનો મૂળ વતની યુવાન જગદીશભાઈ ભગાભાઈ વણકર ઉં વર્ષ 39 ભાવનગર જિલ્લાના હળવદમાં રોજીરોટી કમાવવા અર્થે ગયો હતો. જ્યાં હળવદ પાસેના ગામમાં મજૂરી કરતો હતો. જ્યાં રાત્રી દરમિયાન દારૂની પોટલી લાવીને પીધી હતી. અચાનક રાત્રીના સમયે ઊલટી થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરાયું ન હતું. બુધવારે તેનો મૃતદેહ ધંઘોડા ખાતે પોતાના વતન લાવવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયો હતો. મૃતકનો ભોગ શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં લેવાયો હોવાનો ગ્રામજનો તથા પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...