સાધરણ સભા:મીયાગામ દૂધ ઉત્પાદક મંડળીએ સભાસદોને 32% બોનસ ચૂકવ્યું, 81.66 લાખ જેટલી રકમની ચૂકવણી કરવામાં આવી

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંડળીની સાધારણ સભા મંડળીના સભાખંડમાં યોજાઈ

કરજણ તાલુકાના મીયાગામ ખાતે આવેલી મીયાગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી બરોડા ડેરીમાં પ્રથમ આવતી દૂધ મંડળી છે. સોમવારે મીયાગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સાધરણ સભા મંડળીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં દૂધદેરીમાં દૂધ ભરતા સભાસદોને 32 ટકા બોનસ (ભાવફેર) પેટે 81.66 લાખ જેટલી રકમ મંડળીમાં દૂધ ભરતા સભાસદોના ખાતા જમા કરવામાં આવેલ છે. હજુ સુધી બરોડા ડેરીએ ભાવ ફેરાના રૂપીયા નથી આપ્યા એ પહેલા જ મીયાગામ દૂધ ડેરીએ પોતાના સ્વભંડોળમાંથી સભાસદોને બોનસ ચૂકવી દીધેલ છે.

કરજણ તાલુકાના મીયાગામ ખાતે આવેલી બરોડા ડેરીની પ્રથમ નંબરની દૂધડેરી મીયાગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સાધરણ સભા ડેરીના પ્રમુખ જગદેવસિંહ પરિહારના પ્રમુખ સ્થાને સોમવારે દૂધમંડળીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં હજુ બરોડા ડેરી દ્વારા જિલ્લાની દૂધ ડેરીઓને ભાવ ફેર નથી આપ્યો. પરંતુ મીયાગામ દૂધ ડેરીદ્વારા તેના દૂધ ડેરી સ્વભંડોળમાંથી 81.66 લાખ બોનસ સભાસાદોને ચૂકવવામાં આવ્યું હતું. તેમજ આગામી દૂધ મંડળીની ચૂંટણીમાં ઉમેદવારી માટે ઉમેદવારી કરનાર સભાસદે 180 દિવસ અને 700 લીટર દૂધ ભરેલું હોય એજ સભાસદ ઉમેદવારી કરી શકશે. એ બાબતે સાધરણ સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...