મીટિંગ:શેરડીની સુધારેલી જાતોની વાવણી માટે વડોદરા સુગર ખાતે ખેડૂતોની મીટિંગ

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા સુગર ખેડૂત સભાસદોની સંસ્થા છે, સહકારી સંસ્થા છે, ખેડૂતો જ સંસ્થા રહેશે, ખોટી વાતોને ધ્યાન પર લેવી નહીં - ચેરમેન જીતુભાઈ પટેલ

છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડેલી વડોદરા સુગર ઓક્ટોબર મહિનામાં શેરડીનું પિલાણ શરૂ થઈ થવાનું છે, ત્યારે સુધારેલી શેરડીની જાતોના વાવેતર માટે ખેડૂતોની ઝોન પ્રમાણે મીટિંગ યોજવામાં આવી હતી. જ્યારે આવનારા દિવસોમાં સુગર દ્વારા શેરડીનું બિયારણ તૈયાર કરીને ખેડૂતોને આપવામાં આવશે, તેમજ શેરડીમાં ખાતર નાખવા માટે પણ મંડળીઓ સાથે ચર્ચા કરીને મંડળીઓ તરફથી ખાતર પણ આપવામાં આવે આવી વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેથી ખેડૂતો શેરડીનું વાવેતર કરી શકે.

વડોદરા જિલ્લાની મોટામાં મોટી સહકારી સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે. જે સુગરમાં હાલમાં શરૂ થવાનાં જઈ રહી છે ત્યારે મશીનરીની મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે. 1 ઓક્ટોબરથી સુગરમાં શેરડીનું પિલાણ શરૂ થવાનો નિર્ધાર છે, ત્યારે ખેડૂતો દ્વારા વડોદરા સુગર માટે સુધારેલી શેરડીની જાતોની વાવણી માટે બુધવારે વડોદરા સુગર ખાતે ઝોન પ્રમાણેની મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં ખેડૂતોએ પોતે સુધારેલી જાતોની શેરડી વાવેતો વધુ ઉત્પાદન આપે અને સારી રિકવરી પણ મળી રહે જેથી સુધારેલી જાતોની શેરડી વાવવાની ભલામણ કરવામાં આવી હતી. સુગર તરફથી તરફથી ટીસ્યુ અને શેરડીનું બિયારણ પણ આપવામાં આવશે. જ્યારે ખેડૂતોને પણ બિયારણના પ્લોટ ફાળવાશે.

અન્ય સમાચારો પણ છે...