કાર્યકરોમાં રોષ:માકણ ગામના બીજેપીના 40 કાર્યકરોના સામૂહિક રાજીનામા

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇપણ ધારાસભ્યે માકણ ગામમાં કોઈ ગ્રાન્ટ ફાળવી નથી
  • તલાટીની બદલીની માગ પણ પૂર્ણ ન થતાં કાર્યકરોમાં રોષ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે કરજણ તાલુકાના માકણ ગામના લઘુમતી સમાજના ભારતીય જનતા પાર્ટીના 40 કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપ્યા છે. રાજીનામામાં ઉલ્લેખ કરાયો છે કે અગાઉના ધારાસભ્ય અને હાલના ધારાસભ્ય દ્વારા માકણ ગામને કોઈપણ જાતની ગ્રાન્ટ ફાળવાઇ નથી. તેમજ ગામના તલાટીની બદલી બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યને રજૂઆત કરવા છતાં પણ ગામના તલાટીની બદલી કરાતી નથી.

આવા અનેક કામોને લઈને માકણ ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સામૂહિક રાજીનામાં આપવામાં આવ્યા છે. માકણના પૂર્વ સરપંચ સરિફભાઇ દેસાઈ કે જેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા, તેઓએ શનિવારે માકણના 40 કાર્યકરો સાથે પાર્ટીમાંથી સામૂહિક રાજીનામા આપી દીધા છે. આમ વિધાનસભા ચૂંટણી અગાઉ ભારતીય જનતા પાર્ટીને ફટકો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...