કરજણ તાલુકાના આમોદ રોડ પર મીયાગામ પાસે સ્વ દિલીપ પરેશ અશોકચંદ સાર્વજનીન પાંજરાપોળ એ એક ફાઈવ સ્ટાર પાંજરાપોળ છે. ફાઈવ સ્ટાર હોટલમાં મળે તેવી ફેસિલિટી ફેસિલિટી મીયાગામ પાંજરાપોળમાં મૂંગા અબોલ પશુઓને મળે છે.
પાંજરાપોળમા 1300 જેટલી ગાયો અને ભેંસો, ઉંટ ધોડા, કૂતરા આમ કુલ મળીને 2500 જેટલા પશુઓને સૂકા અને લીલા ઘાસચારા સાથે સ્વીમિગ પુલ તેમજ મલ્ટિસ્પેસિયાલીટી હોસ્પિટલ તેમજ ઓપરેટ થિયેટર, સેન્ટ્રલ AC સાથે આઈસીયુ વોર્ડ આવેલ છે.
આમ પશુઓને ઋતુ પ્રામાણે દાતાઓ દ્વારા ફ્રુટ, શાકભાજી તેમજ હાલમાં મુંબઈના દાતા દ્વારા કેરીનો રસ અને વડોદરાના દાતા દ્વારા ડ્રાઈફ્રુટનું ભોજન પશુઓને ખવડાવવામાં આવ્યું હતું. આમ કરજણ મીયાગામના ફાઈવસ્ટાર પાંજરાપોળમાં પશુઓને ફાયુસ્ટાર સગવડો આપવામાં આવે છે.
કરજણથી આમોદ રોડ પર મિયાગામ પાસે આવેલ પાંજરાપોળમાં જેમ લોકોને ફાઈવ સ્ટાર હોટલમાં સગવડો મળે છે એવી સગવડો મૂંગા અને અબોલ પશુઓને મિયાગામના ફાઇવસ્ટાર પાંજરાપોળમાં અપાય છે. આ પાંજરાપોળમાં 1300 ગાયોની સાથે-સાથે ઊંટ, ભેંસો, ઘોળા, કૂતરા આમ કુલ મળીને 2500 જેટલા મૂંગા પશુઓ છે.
જેમા કરજણ, શિનોર તાલુકા ખેડૂતો દ્વારા લીલો અને શૂકો ઘાસચારો આપવમાં આવે છે. જ્યારે પાંજરાપોળમાં પશુઓ પાછળ એક દિવસનો રૂા.150000નો ખર્ચ થાય છે. જેમાં રોજ લીલું અને શુકુ ઘાસ આપવમાં આવે છે. પશુઓ એકજ સ્થળે ભેગા થઈને મિષ્ટાન માણી શકે એ માટે ડાઈનીંગ ટેબલ બનાવેલ છે.
જેમાં સીઝન પ્રમાણે મૂંગા પશુઓને ફ્રુટ આપવમાં આવે છે. હાલમાં ઉનાળો ચાલે છે. એટલે તાળબુચ, કેળા તેમજ અન્ય ફ્રૂટ ખવડાવવામાં આવે છે. જ્યારે મુંબઈના એક દાતા પશુઓને 800 કીલો કેંરીનો રસ ખવડાવવામાં આવ્યો અને વડોદરાના એક દાતાએ 600 કીલો ડ્રાઈફ્રૂટ જેમાં અંઝીર, કાજુ બદામ આમ ડ્રાઇ ફ્રૂટ ખવડાવવા આવ્યું હતું. પશુઓને રોજ સવારે નવકાર મંત્રો સંભળાવવામાં આવે છે અને પશુઓની સારવાર માટે 3 ડોક્ટરો હાજર હોય છે. અને ઓપરેશ પણ કરવામાં આવે છે. જ્યારે પશુઓને સ્નાન કરાવા માટે ફુવારા સાથેનો સ્વિમિંગ પુલ આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.