વિરોધ:મામલતદાર કચેરીનો સ્ટાફ માસ સીએલ પર જતાં કચેરીમાં સન્નાટો

કરજણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરજણ મામલતદાર કચેરીના સ્ટાફે સાંસદ સામે વિરોધ નોંધાવ્યો
  • 5 માર્ચના રોજ મામલતદાર પેન ડ્રોપ કરીને વિરોધ નોંધાવશે

કરજણ તાલુકાના માલોદ ગામે ડમ્પર ચાલકે અકસ્માત કરી 3ના સ્થળ પર જ કરૂણ મોત નિપજાવ્યા હતા. જેમાં ભરૂચના સાંસદ મનસુખવસાવા અને કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ ઘટના સ્થળે પહોંચી જાહેરમાં કરજણ મામલતદાર અને સર્કલને અશોભનીય શબ્દો બોલતા ગુજરાતના તમામ રેવન્યુ કર્મચારીઓના રોષ ફેલાયો હતો અને 3 માર્ચે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

જ્યારે 4 માર્ચના રોજ મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ માસ સીએલ પર રહીને સાંસદ સામે વિરોધ નોંધાવ્યો અને કરજણ મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ રજા પર રહેતા કચેરીમાં સન્નાટો છવાઈ ગયો હતો. જ્યારે 5 માર્ચના રોજ રોજ મામલતદાર કચેરીના પેન ડ્રોપ કરીને વિરોધ કરશે. આમ સાંસદ સામેનું મામલતદારોનું રેવન્યુ કર્મચારીનું આંદોલન તેજ બનતું જાય છે.

અન્ય સમાચારો પણ છે...