લોક દરબાર:વ્યાજખોરોના ત્રાસથી બચવા લોક દરબાર યોજાયો

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરજણ પોલીસ સ્ટેશનમાં નગરના વેપારીઓ હાજર રહ્યા હતા

કરજણ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ વ્યાજખોરોના ત્રાસથી વેપારીઓને બચાવવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓને જણાવવામાં આવ્યું હતું કે વ્યાજખોરો ઉંચુ વ્યાજલઈને હેરાન કરતા હોય એવા વ્યાજ ખોરોના નામ જણાવો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ પીઆઈએ વેપારીઓને જણાવ્યું હતું.

ગુજરાત ભરમાં વ્યાજ ખોરોના ત્રાસથી અનેકે સુસાઈટ કરવાના બનાવો બન્યા છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી દ્વારા વ્યાજખોરો પર સિકંજો કસવા માટે ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સોમવારે કરજણ પોલીસ સ્ટેશન ખાતે કરજણ નગરના વેપારીઓ સાથે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરજણ પોલીસ સ્ટેશનના પી.આઈ એબકે ભરવાડ દ્વારા વેપારીઓ સાથે વ્યાજખોરો બાબતેની ચર્ચા કરવામાં આવી હતી.

અને કોઈ પણ વ્યાજખોર ખોટી રીતે ડબલ વ્યાજ વસૂલતો હોય કે કોઈપણ વેપારીને હેરાન કરતો હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરી તેમજ વ્યાજખોરોની માહિતી આપનર ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે. આ રીતની લોક દરબારમાં ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે ઉતરાણના તહેવારને લઈને ખાસ કરીને ચાઈનીઝ દોરીઓનું વેચાણ પર પ્રતિબંધ હોય તો ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરવું નહીં આ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આમ વ્યાજખોરો સામે લાલ આંખ કરવા માટે ભરાયેલ લોક દરબારને લઈને વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...