તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પિતરાઈ બહેનોની જમીન-ઘર પચાવી પાડતા 8 સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

કરજણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમજમાં પિતરાઈ બહેને પિતરાઈ ભાઈ-બહેનો સામે કલેકટરમાં અરજી કરી હતી

કરજણ તાલુકામાં વડીલો પાર્જીત મિલ્કતમાં પિતરાઈ ભાઈ-બહેનો દ્વારા પિતરાઈ બહેનોની જમીન મિલ્કત પર ગેરકાયદે કબજો કરી બહેનાના ભાગે આવતી જમીન-ઘર તમારા ભાગે આવેલ નથી આ જમીન અને ઘરમાં તમારો કોઈ લાગ ભાગ હક હિસ્સો નથી એમ કહી જમીન અને ઘર પર ગેરકાયદે કબજો કરતા પિતરાઈ બહેને પિતરાઈ ભાઈ-બહેનો સામે કરજણ કલેકટરમાં અરજી કરતા કલેક્ટર દ્વારા યોગ્ય તપાસ કરતા લેન્ડ ગ્રેબિંગનો ગુની બનતો હોય પિતરાઈ બહેને કરજણ પોલીસે સ્ટેશનમાં 8 ભાઈ-બહેનો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કરજણ તાલુકાના ઉમજ ગામના ધૂળીબેન મોટાભાઈ વસાવા અને એમની બહેન મેલીબેન મોટાભાઈ વસાવા તે મોટાભાઈનું પુત્રીઓને વારસાઈ હકથી ઉમજ ગામની જમીન સર્વે નંબર 205,206,643,644, જેનું ક્ષેત્રફળ 4-70-68 વાળી જમીન અને ઉમજ ગ્રામ પંચાયત આકરણી રજીસ્ટર નંબર -127થી નોંધાયેલ મકાન જમીનમાં વારસાઈ નોંધ 966થી ધુળીબેન વસાવા અને મેલીબેન વસાવાના નામો ચડી ગયા હતા. જેમાં ધુળીબેન વસાવે પોતાના પિતરાઈ ભાઈ બહેનો પાસે જીવન નિર્વાહ માટે જમીનની માગણી કરતા તેઓ એ જણાવેલ કે આ જમીન અને મકાનમાં તમને કોઈ લાગ ભાગ હક્ક હિસ્સો મળશે નહીં.

જેથી ધુળીબેન વસાવાના પિતરાઈ ભાઈ-બહેનોએ ધુળીબેન વસાવા અને મેલીબેન વસાવાની જમીન અને મકાન પર ગેરકાયદે કબજો કરતા ધુળીબેન વસાવા કલેક્રટમાં અરજી કરતા કલેક્ટર દ્વારા તપાસ કરતા લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોય ધુળીબેન વસાવાએ પિતરાઈ ભાઈ-બહેનો જેમાં સોમાભાઈ ઉકેળભાઈ વસાવા રહે. ઉમજ, નગીનભાઈ ઉકેળભાઈ વસાવા રહે. ઉમજ, ચંદુભાઈ ઉકેળભાઈ વસાવા રહે. ઉમજ, ગોવિંદભાઈ ઉકેળભાઈ વસાવા હાલ રહે. સીમળી, ભાનુબેન ઉકેળભાઈ વસાવા રહે. ઉમજ, હિતેશભાઈ રણછોડભાઈ વસાવા રહે .ઉમજ, હિનાબેન રણછોડભાઈ વસાવા રહે. ઝાંઝર તા. શિનોર મૂળ રહે.ઉમજ, જયશ્રીબેન રણછોડભાઈ વસાવા રહે. મેવાળ, જિ.આણંદ, મૂળ રહે. ઉમજ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 8 સામે લેન્ડ ગ્રેબિંગ મુજબ ગુનો નોંધી 8 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવહી હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે...