વિરોધ પ્રદર્શન:કરજણ હાઈવે પર કિસાન સંઘનું રસ્તા રોકો આંદોલન, કાર્યકરોની અટકાયત

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારતીય કિસાન સંઘ ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના કાર્યકરો દ્વારા કરજણ નેશનલ હાઇવે 48 પર સરકાર પાસે તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
ભારતીય કિસાન સંઘ ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના કાર્યકરો દ્વારા કરજણ નેશનલ હાઇવે 48 પર સરકાર પાસે તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.
  • ભારતીય કિસાન સંઘના કાર્યકરો દ્વારા ખેડૂતોના પ્રશ્ને ચક્કાજામ
  • વિરોધ પ્રદર્શનમાં સંઘના કાર્યકરો કરતાં પોલીસનો કાફલો વધુ

ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને પડતર માંગણીઓને લઇને ભારતીય કિસાન સંઘ દ્વારા આજરોજ વડોદરા જિલ્લા ભારતીય કિસાન સંઘ, નર્મદા જિલ્લા ભારતીય કિસાન સંઘ અને ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘના કાર્યકરો દ્વારા ભારત કોટન પાસે નેશનલ હાઇવે 48 ઉપર સરકાર પાસે ખેડૂતોની માંગણીઓ લઇને રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જેમાં ભારતીય કિસાન સંઘના કાર્યકરો કરતા પોલીસનો કાફલો વધુ હોય કાર્યકરો જેવા નેશનલ હાઇવે 48 પર ચક્કાજામ કરવા બેઠા કે ગણતરીની મિનિટોમાં જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી દીધી હતી.

ખેડૂતોની વિવિધ માંગણીઓ જેવી જેમ કે સમાન વીજદર, કપાસની ખેતીનું વળતર, ખેતીની જમીનના માપમાં જુના પ્રમાણે માન્યતા આપવી, સમાન સિંચાઈ દરથી હર ખેત કો પાણી આવી 26 જેટલી માંગણીઓને લઇને ભારતીય કિસાન સંઘ દ્વારા રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના કિસાન સંઘના કાર્યકરો કરજણ ભારત કોટન પાસે નેશનલ હાઇવે 48 પર રસ્તા રોકો આંદોલન કરવા બેઠા કે તરત જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી. આમ ભારતીય કિસાન સંઘના કાર્યકરો કરતા પોલીસનો કાફલો વધુ હોય કાર્યકરો નેશનલ હાઇવે 48 પર ચક્કાજામ કરવા બેઠા કે તરત જ પોલીસે તેઓને પકડી પકડીને પોલીસ વાનમાં બેસાડીને કરજણ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. આમ હવે ખેડૂતો પણ પોતાની માંગણી ઓને લઇને અંદોલનો માર્ગ અપનાવ્યો છે.

ખેડૂતોની 26 જેટલી માગણીઓ જલદી સ્વીકારવામાં આવે
સમાન વીજદર અને પોષણક્ષમ ભાવો સહિત ખેડૂતોની 26 જેટલી માગણીઓ અાજ સુધી પડતર રહી છે. ખેડૂતોની આવી માગણીઓ સ્વીકારવામાં નહીં આવતાં કિસાન સંઘ દ્વારા આ આંંદોલન કરવાનો વારો આવ્યો છે. આ અંતર્ગત હાઇવે પર રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરવામાં આવ્યો છે. ખેડૂતોની માગણીઓ જો સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો આવનાર ચૂંટણીમાં તેની અસર થઇ શકે છે. સુરેશ પટેલ, પ્રમુખ જિ.કિસાન સંઘ

અન્ય સમાચારો પણ છે...