ક્રાઈમ:કરજણના યુવાન દ્વારા ઓસ્ટ્રેલિયાની યુવતીને PR અપાવવાના બહાને ફસાવી અડધા કરોડની ઠગાઈ

કરજણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાની પરિણીતા સાથે મિત્રતા બાંધી અવારનવાર ઓનલાઈન નાણાં બેંક ખાતામાં જમા કરાવ્યાં

મહેસાણાની પરિણીતાને ઓસ્ટ્રેલિયામાં PR થવા માટે IELTS પાસ કરાવી PR વિઝા કરાવી આપવા માટે કરજણના યુવકનો સંપર્ક કર્યો હતો. કરજણના યુવકે પરિણીતાના સંપર્કમાં આવી તેની સાથે મિત્રતા બાંધી પ્રેમજાળમાં ફસાવી યુવકે તેના અલગ અલગ બેંક એકાઉન્ટમાં અવારનવાર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી 5432513 રૂપિયાની ઠગાઈ કરતા પરિણીતાના ભાઈએ કરજણના યુવક સામે ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 

કુલ 38 લાખ રૂપિયા ઓનલાઈન પડાવી લીધા
સુરતની યુવતીને મહેસાણા ખાતે પરણાવી હતી. લગ્ન બાદ આઠ વર્ષથી પરિણીતા અને તેનો પતિ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા હતા. પરિણીતા ઓસ્ટ્રેલિયામાં પીઆર થવા માટે ઇન્ડિયા આવીને કરજણના વિશાલ ચંદ્રકાન્તભાઈ પટેલ રહે. જૂના બજાર IELTS ટોફેલ અને વિઝાનું કામ કરતો હોય સંપર્કમાં આવતા પરિણીતા અને વિશાલ દિલ્હીમાં ભેગા  થયા હતા. ત્યાં વિશાલે પરિણીતાને જણાવેલ કે તમારે IELTSની પરીક્ષા આપવાની નથી, હું પાસ કરાવી દઈશ. ત્યારબાદ વિશાલે બે વખત પરિણીતાને દિલ્હી ખાતે IELTSની એક્ઝામ આપવા બોલાવી હતી. ત્યાં  વિશાલે પરિણીતા સાથે મિત્રતા કેળવી તેને પ્રેમજાળમાં ફસાવી એક્ઝામ પાસ કરવાના બહાને વિશાલે તેના બેન્ક એકાઉન્ટ તેના માતા-પિતાના બેન્ક એકાઉન્ટ અને મિત્રના બેંક એકાઉન્ટમાં મળીને કુલ 38 લાખ રૂપિયા ઓનલાઈન પડાવી લીધા હતા.

વિશાલ ચંદ્રકાન્તભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

ત્યારબાદ સુરત ખાતે IELTSની એકઝામ આપવા બોલાવી એક્ઝામમાં બેસાડયા બાદ સ્પીકિંગ ટેસ્ટ આપતી વખતે વિશાલે યુવતીને તેની જગ્યાએ બીજી કોઈને ટેસ્ટ આપવા બેસાડી દઈશ તું પાસ થઈ જઈશ એમ કહી ફ્રેન્ડશીપના બહાને પરિણીતાને ઇમોશનલ બ્લેકમેઈલ કરી પૈસા માગતો હતો. જેથી પરિણીતાના ભાઈએ આંગડિયા અને ઓનલાઇન ટ્રાન્જેકશન દ્વારા 17 લાખ જમા કરાવ્યા હતા. વિશાલે 17/7/2018થી 13/7/2019 દરમિયાન કુલ મળીને 54,32,513 રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી કરતા પરિણીતાના ભાઈએ કરજણ પોલીસમાં વિશાલ ચંદ્રકાન્તભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...