તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કરજણનો ફરાર આરોપી દુબઈથી ચેન્નઈ એરપોર્ટ પર ઉતરતાં ઝડપાયો

કરજણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બોગસ સ્વાસ્થ્ય કાર્ડ કાઢવાના ગુનામાં ફરાર હતો

કરજણ પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર 2020માં સ્વાસ્થકાર્ડ રૂા. 1500 લઈને 12 બોગસ કાર્ડ કાઢવાનો રણાપુરનો આરોપી નાસતો ફરતો હોય પોલીસે આરોપી પાસે પાસપોર્ટ હોય પાસપોર્ટ માહિતીના આધારે દુબઈથી ચેન્નઈ એરપોર્ટ પર ઉતરતાં જ પોલીસ દ્વારા ધરપકડ કરી કરજણ લવાયો હતો.કરજણ પોલીસ સ્ટેશનમાં 18 ડિસેમ્બર 2020ના રોજ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં રણાપુર ગામે સરકારની યોજના સ્વાસ્થકાર્ડ રૂા. 1500 લઈને કાઢી આપ્યા હતા.

આવા 12 બોગસ સ્વાસ્થકાર્ડ કાઢીને રૂા. 18000 ઉઘરાવ્યા હતા. જેમાં એક આરોપીઓ ઝડપાયો હતો જ્યારે બીજો આરોપી સ્નેહલકુમાર મિતેષભાઈ શાહ નાસતો ફરતો હતો. તેના પાસપોર્ટની માહિતીના આધારે પોલીસે લુકઆઉટ સરક્યુલર જાહેર કર્યો હતો. જેમાં 14 ફેબ્રુઆરીએ સ્નેહલકુમાર દુબઈથી ચેન્નઈ એરપોર્ટ પર ઉતરતા કરજણ પોલીસને જાણ થતાં પોલીસે ચેન્નઈ એરપોર્ટ પરથી આરોપીની ધરપકડ કરી કરજણ પોલીસ સ્ટેશને લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો