તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:કરજણ તા. પંચાયતની 20 સીટ માટે 50 ઉમેદવારો વચ્ચે જંગ

કરજણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધાવટ, કંડારી સહિત 6 બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે
 • જિ. પંચાયતની 4 બેઠક માટે 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

કરજણ તાલુકા પંચાયતની 20 બેઠકોની ચૂંટણીમાં કુલ 78 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જ્યારે ચકાસણી દરમિયાન 52 ઉમેદવારી ફોર્મ રહેવા પામ્યા હતા. જ્યારે મંગળવારે માત્ર બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 20 બેઠકો માટે 50 ઉમેદવારો, જ્યારે જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે 11 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહેવા પામ્યા છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય બેઠકો માટે ઉમેદવારી પરત ખેંચવામાં આવતા ચૂંટણી ચિત્ર પસ્ટ થવા પામેલ છે. જેમાં તાલુકાની 20 બેઠકો માટે 50 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેલ છે.

ખાસ હાંડોદ અને વેમાર તાલુકા પંચાયતની બેઠકો માટે 4 ઉમેદવારો છે. ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષ વચ્ચે જંગ જામશે. જ્યારે ધાવટ, કંડારી, મીયાગામ, સામરી, સાસરોદ, વલણ-1 આમ 6 બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે.જ્યારે જિ.પં.ની 4 બેઠકો માટે 11 ઉમેદવારી ફોર્મ રહેલ છે. જેમાં ચોરંદા અને મીયાગામ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ છે. જ્યારે કંડારીમાં અપક્ષ હોઇ ત્રિપાંખીયો જંગ, વલણ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, બસપા, અને અપક્ષ આમ 4 ઉમેદવારોમાં જંગ જામશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો