તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કરજણ પોલીસ અને જિલ્લા LCBએ બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરજણ પોલીસે ઝાડીમાં સંતાડેલા રૂા.90 હજારના વિદેશ દારૂના પાઉચ જપ્ત કર્યા
  • જિલ્લા એલસીબીએ કારમાંથી 46 હજારના વિદેશી દારૂના પાઉચ પકડ્યાં

કરજણ પોલીસે બકાપૂર ગામની સીમમાં રોપા જવાના રોડ પરથી કરજણ પોલીસે બકાપૂર ગામના ધર્મેશ નગીનભાઈ વસાવાએ ગૌચરની જમીનમાં ઝાડીમાં સંતાડેલા વિદેશી દારૂના પાઉચ 906 નંગ કિંમત 90600નો માલ ઝડપી પડેલ છે. પોલીસે ફરાર ધર્મેશ વસાવાની શોધખોળ હાથ ધરી છે. જ્યારે વડોદરા જિલ્લા એલસીબી પોલીસે કરજણ નવા બજાર ખાતે ધર્મેશ રણછોડભાઈ ઠાકોરની કારમાંથી પોલીસે વિદેશી દારૂના પાઉચ નંગ 208 કિંમત 46100 તેમજ ફ્રન્ટી ગાડી કિંમત 50000મળી કુલ 96100 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

કરજણ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે બકાપૂર ગામની સીમમાં રોપા ગામના રોડની પાસે આવેલ ભીખાભાઈ ચુનીલાલ વસાવાના ખેતરની બાજુમાં આવેલ ગૌચરની જમીનમાં ઝાડીઓમાં બકાપૂર ગામના ધર્મેશ નગીનભાઈ વસાવાનો વિદેશી દારૂના 906 નંગ પાઉચ કિંમત 90600 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

પોલીસે ધર્મેશ વસાવાની શોધખોળ આદરેલ છે. જ્યારે વડોદરા જિલ્લા એલસીબી પોલીસના જવાનો હેકૉ. મસૂલભાઈ, હેકૉ . વિપુલભાઈ, પૉકૉ.વિજયભાઈ, પૉકૉ .વિનોદકુમારે બાતમી આધારિત ઍક ફ્રન્ટી ગાડી આવતાં એમાં બેસેલ ધર્મેશ રણછોડભાઈ ઠાકોર (રહે. ગોવિંદ બેચરનીચાલી)ની વિદેશી દારૂના 208 નંગ કિંમત 46100 તેમજ ફ્રન્ટી ગાડીની કિંમત 50000 મળીને 96100 ના મુદામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...