ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં:કરજણ જૂના-નવા બજારનો બ્રિજ ભારદારી વાહનો માટે બંધ

કરજણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કરજણ નવા બજાર અને જૂના બજારને જોડતો રેલવે પરનો જૂનો ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો હોઇ અગાઉ છ મહિનાથી આ બ્રિજ પર એંગલો મારીને ભારદારી વાહનો માટે પ્રવેશબંધી કરી દેવાઇ હતી. 27 દિવસ પહેલાં આ બ્રિજ પરથી એંગલો દૂર કરી દેવાઇ હતી આથી ભારદારી વાહનો પૂરઝડપે પસાર થતા હતા. આ બાબતનો અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં તંત્રે સફાળા જાગીને તાત્કાલિક ધોરણે એંગલો મારીને બ્રિજ પરથી ભારદારી વાહનો માટે પ્રવેશબંધી કરી હતી.

કરજણ નેશનલ હાઈવે નંબર 48 પરથી કરજણ નવા બજાર વિસ્તારમાં જવા માટે કરજણ મધ્યમાંથી પસાર થતી રેલવે લાઈન ઉપર જૂનો ઓવરબ્રિજ છે. જે ઓવરબ્રિજ છેલ્લા 6 મહિનાથી જર્જરિત હાલતમાં થઈ ગયો હોવાથી તંત્ર દ્વારા ભારદારી વાહનો માટે પ્રવેશબંધી કરી દેવાઇ હતી અને બ્રિજના બંને છેડા ઉપર એંગલો મારી દેવામાં આવ્યા હતા. પરંતુ 27 દિવસ પહેલાં આ બ્રિજના બંને છેડા ઉપર મારવામાં આવેલી એંગલો ખોલી નાખવામાં આવી હતી. જેને લઇને ભારદારી વાહનો પૂરઝડપે આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. જેનો અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં જ તંત્ર દ્વારા બીજા જ દિવસે એક્શનમાં આવીને બ્રિજ પરથી ભારદારી વાહનોની પ્રવેશબંધી માટે બ્રિજના બંને છેડા પર એંગલો મારી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...