કાર્યવાહી:કરજણ તા. પંચાયતના ગ્રામસેવકનું ફેસબુક એકાઉન્ટ હેક થતાં ફરિયાદ

કરજણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુક એકાઉન્ટ હેક કરી મિત્રો પાસેથી પૈસાની માગણી કરતો મેસેજ મોકલ્યો
  • 2થી 3 મિત્રોએ​​​​​​​ પોતાના મિત્રને મદદના ભાગરૂપે પૈસા પણ ટ્રાન્ફર કર્યાનું જાણવા મળ્યું

કરજણ તાલુકા પંચાયતમાં ખેતીવાડી શાખામાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા કર્મચારીનું ફેસબુક એકાઉન્ટ અને મેસેન્જર એકાઉન્ટ હેક થયાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. કરજણ તાલુકા પંચાયતમાં આવેલી ખેતીવાડી શાખામાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા દિરલકુમાર શર્માનું ફેસબુક અને મેસેન્જર એકાઉન્ટ કોઈ ઈસમે હેક કરીને એકાઉન્ટ પરથી દિરલકુમાર શર્માના મિત્રમંડળમાં પોતાને રૂપિયાની જરૂર છે. એવા મેસેજ કર્યો હતો.

દિરલકુમાર શર્મા પોતે ગૂગલ પેનો ઉપિયોગ ન કરતા હોવા છતાં પણ મેસેજમાં એક ગુગલ પે નંબર પણ મોકલ્યો હતો. જેથી દિરલકુમાર શર્માના કેટલાક મિત્રોએ મેસેજમાં આપેલા ગૂગલ પે નંબર ઉપર પૈસા પણ ટ્રાન્સફર કર્યા હતા. જેની જાણ દિરલકુમાર શર્માને થતાં તેઓ પોતે આવો કોઈ જ મેસેજ મુક્યો ન હોય જેથી તેઓને જાણ થઈ કે મારું ફેસબુક અને મેસેન્જર એકાઉન્ટ હેક થયું છે. જેને લઇને શર્માએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફેસબુક મેસેન્જર એકાઉન્ટ હેક થયું હોવાની અરજી આપી છે.

અન્ય સમાચારો પણ છે...