તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:કરજણ CCIએ ખેડૂતોનો કપાસ રીજેક્ટ કરતાં ભારે રોષ, કપાસમાં ભેજનું પ્રમાણ વધારે છે અને કપાસ સારો નથી કહી રિજેક્ટ કરાય છે

કરજણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સીસીઆઈ દ્વારા ખેડૂતોનો કપાસ રિજેક્ટ કરતા ખેડૂતોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. - Divya Bhaskar
સીસીઆઈ દ્વારા ખેડૂતોનો કપાસ રિજેક્ટ કરતા ખેડૂતોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો.

કરજણ ખાતે સરકારના ટેકાના ભાવથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. કરજણ બજાર સમિતિમાં તાલુકાના ખેડૂતો કપાસ ભરેલા ટ્રેકટર લઈને આવે છે. ત્યા સીસીઆઈ દ્વારા ખેડૂતોના કપાસની ચકાસણી કરવામાં આવે છે. જેમાં સીસીઆઈ દ્વારા ખેડૂતોના કપાસમાં ભેજનું પ્રમાણ વધારે છે. તેમજ કપાસ સારો નથી એમ કહીને રીઝેકટ કરવામાં આવે છે. જેથી જેથી ખેડૂતોએ ઉહાપોહ મચાવ્યો હતો.

કરજણ ખાતે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ થતા ખેડૂતો સરકાર ટેકાના ભાવે કપાસ સીસીઆઈમાં નાખવા માટે ટ્રેકટરો લઈને કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીમાં આવે છે અને બજાર સમીતીમાં સીસીઆઈના કપાસની ચકાસણી કરવામાં આવ્યા બાદ કપાસની ક્વોલીટી સારી હોય એટલે ટ્રેકટરો જે જીનમાં સીસીઆઈ ચાલતી હોય એ જીનામ કપાસ નાખવા જાય છે.

પરંતુ ખેડૂતોના ટ્રેકટરોમાં ભરેલા કપાસમાં ભેજનું પ્રમાણ વધારે છે. તેમજ કપાસ સારો નથી એમ કહીને રિજેક્ટ કરવામાં આવે છે. જેથી ના છૂટકે ખેડૂતોને આ કપાસ વેપારીને વેચવો પડે છે. સીસીઆઈમાં વેપારીઓ પણ ખેડૂતોના નામે કપાસ ભરેલા ટેમ્પા ચઢાવે છે. એ કપાસ સીસીઆઈ ચલવીલે છે. જેથી ગુરુવારે ખેડૂતોના કપાસ રિજેક્ટ કરતા ખેડૂતોને હોબાળો મચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો