નિમણૂંક:કરજણ નગર પાલિકા અને 58 ગ્રામ પંચાયતમાં હવે વહીવટદારોનું શાસન

કરજણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ચૂંટણી પાછી ઠેલાતાં નિમણૂંક કરાઇ

કરજણ નગરપાલિકા અને કરજણ તાલુકામાં આવેલી 58 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની સમય મર્યાદા પૂર્ણ થતી હોય હાલમાં ચૂંટણી પાછી ઠેલાતા જેને લઈને નગરપાલિકા અને કરજણ તાલુકાની 58 ગામ પંચાયતમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પાલિકામાં કરજણ મામલતદારની વહીવટ દાર તરીકે નિમણૂક થવા પામી છે. જ્યારે 58 ગ્રામ પંચાયતોમાં વિસ્તરણ અધિકારી તેમજ અન્ય ગામોના તલાટી કમ મંત્રીઓની ગ્રા. પં.ના સરપંચની જગ્યાએ વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ છે.

કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સમય મર્યાદા પૂર્ણ પુરીથઈછે.ચૂંટણી પાછી ઠેલાવા પામી છે.જેને લઈને કરજણ નગર પાલિકામાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે કરજણ તાલુકામાં આવેલી 58 ગ્રામ પંચાયતોના સરપંચ અને ગ્રામ પંચાયતની બોડી ની સામાન્ય ચૂંટણીની સમય મર્યાદા પૂર્ણ થતા ચૂંટણી પાછી ઠેલાતા કરજણ તાલુકા પંચાયત હસ્તકની 58 ગ્રામ પંચાયતોમાં પણ વહીવટદારોની નિમણૂક કરવામાં આવેલ છે. જેમાં સર્કલ ઓફિસર તેમજ કરજણ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકરી તથા તલાટી કમ મંત્રીઓનું ગામ પંચાયતના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.

આમ એક તરફ કરજણ તાલુકા પંચાયતની ગ્રામ પંચાયતો માં તલાટીઓની ઘટ છે.એક તલાટી પાસે ત્રણથી ચાર ગ્રામ પંચાયતોનો ચાર્જ છે. જ્યારે વધારાનો એક હવાલો વહીવટદારનો આપવામાં આવ્યો છે. આમ એક તલાટી પાસે ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી નો ચાર્જ તથા વહીવટદારનો ચાર્જ આમ તલાટીઓની ઘટ હોવા છતાં પણ તલાટીઓને વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ છે. આમ કરજણ પાલિકા અને તાલુકાની 58 ગામ પંચાયતોમાં હવે ચૂંટણીના આવે ત્યાં સુધી અધિકારીઓનું રાજ ચાલશે.

અન્ય સમાચારો પણ છે...