વિરોધ:કરજણની આંગણવાડીઓની 165 બહેનો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી

કરજણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ તાલુકાની આંગણવાડી બહેનો પોતની માંગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી છે. - Divya Bhaskar
કરજણ તાલુકાની આંગણવાડી બહેનો પોતની માંગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી છે.
  • વિવિધ માંગણીઓને લઈને હડતાળ

કરજણ નગર અને તાલુકામાં આવેલી આંગણવાડી બહેનો અને કાર્યકરો દ્વારા વિવિધ માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી છે. જેમાં કુલ 185 આંગણવાડી બહેનો છે. જેમાંથી 165 આંગણવાડી બહેનોએ હડતાલનો હથિયાર ઉગામ્યું છે.કરજણ નગર અને તાલુકામાં આવેલી આંગણવાડીઓમાં ફરજ બજાવતી 185 આંગણવાડી કાર્યકર બહેનોમાંથી 165 આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સરકાર પાસે પોતાની વિવિધ માંગણીઓને જેવી કે માનદ વેતનના નજીવા મહેનતનાથી કામ કરતી આંગણવાડી અને તેડાગર બહેનોને 18000થી 22000 રૂપિયાનો મહેનતાણું આપો.

સરકારી ધારાધોરણ મુજબ કામ કરતી બહેનોને સરકારી કર્મચારી જાહેર કરો. નિવૃત્તિ દરમિયાન સરકારી ધારાધોરણ મુજબ ચુકવણું આપવું. તેમજ આંગણવાડીનો સમય સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધીનો કરવામાં આવે જેવી વિવિધ માંગણી સાથે આંગણવાડી અને તેડાંઘર બહેનો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી છે.

અન્ય સમાચારો પણ છે...